પાવાગઢ ખાતે અડધા કલાક સુધી ડોલીમાં ફસાયેલા માઈ ભક્તોના જીવ પડીકે બંધાયા

હાલોલ, (પંચમહાલ) ઈરફાન શેખ :-

પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ખાતે પાવાગઢ ડુંગર ઉપર બિરાજમાન માં કાલી ના દર્શન અર્થે રાજ્ય બિરાજ્યથી લાખોની સંખ્યામાં માઈ ભક્તો ઉમટી આવતા હોય છે.દૂરો દરાજ થી આવતા માઈ ભક્તો ડુંગર ઉપર જવા માટે પાવાગઢમાં ચાલતી રોપવે ની સેવા નો આસરો લેતા હોય છે અને રોપવે માં બેસીને ડુંગર ઉપર બિરાજમાન માં કાળી ના ચરણોમાં સરમસ્તક થવા પહોંચતા હોય ગત તારીખ 24/08/2023 ને રાત્રીના સમયે ઉસા બ્રેક કમ્પની ધ્વરા ચલાવવામાં આવતી રોપવે માં ટેક્નિક ખામી કારણે યાત્રિકો અડધા કલાક સુધી આકાશે ફસાયા રહ્યા હતાં અને શ્રદ્ધાડુઓ ના જીવ પડીકે બંધ્યા હતાં

વધુમાં રોપવેમાં ખામી સર્જાતા કેબલ ટ્રેક પરથી ઉતરી જતા 20 જેટલી ડોલી આકાશે લટકી પડી હતી તમામ 20 ડોલીમાં સવાર લોકોના જીવ અધરતાલ થઈ ગયા હતાં ઘટનાના પગલે તંત્ર તબાડ તોડ દોડતું થયું હતું અને ઘટનાને પગલે રેસ્ક્યુ માટે ફાયર ટિમ પોહચી ગઈ હતી. તરત જ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું લગભગ અડઘા કલાક સુધી માઈ ભક્તો ડોલી ફસાયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા હતાં
આ ઉષા બ્રેક કમ્પની દ્વારા રોપવે કોન્ટ્રાકટ ચલાવવા માં આવે છે અને આ બનેલ ટેક્નિકલ ખામીના કારણે માઈ ભક્તોના જીવો આકશે અટકી રહ્યા હતાં અને સદ નસીબે પાવાગઢ ખાતે મોરબી જેવી દૂર ઘટના બનતા રહી ગઈ હતી.

આ વખતે તો ડુંગર ઉપર બીરાજમાન માં કાળી ના આશીર્વાદ ના લીધે મોટી ઘટના બનતા રહી ગઈ હતી પરંતુ આ ઉષા બ્રેક કંપની સામે તંત્ર કાંઈ પગલાં ભરશે કે કેમ.? તેવું માઈ ભક્તોમાં ચર્ચા નો વિષય બન્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here