છોટાઉદેપુર ઓરસંગ નદીમાં ભૂગર્ભ ગટર લાઈન ખુલી જતા નદીનું પાણી દૂષિત… વારંવાર લાઈનો છૂટી થઈ જતા હાલાકી ભોગવવાનો વારો

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

છોટાઉદેપુર નગર તથા આસપાસના વિસ્તાર ના લોકો ઓરસંગ નદી આધારિત છે ઓરસંગ નદી માંથી નગરની 35,000 જેટલી વસ્તીને પાણી પૂરું પડે છે ત્યારે આસપાસના વિસ્તારોમાં પણ ઓરસંગ નદી મારફતે લોકોને પાણી મળી રહે છે પરંતુ પાણીની સાથે સાથે લોકોનો સ્વાસ્થ્ય અર્થે જે તકેદારી રાખવી જોઈએ તે જળવાતી નથી હાલમાં ઓરસંગ નદી ની અંદરથી નગરની ભૂગર્ભ ગટર લાઈન નું કનેક્શન પસાર થાય છે જે કનેક્શન પાણીના વહેણને કારણે છૂટું પડી જતા નદીનું પાણી દૂષિત થઈ રહ્યું છે પરંતુ પાલિકા તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે અગાઉથી ગટર લાઈનમાં કરવામાં આવતું પંપિંગ બંધ કરી દેવામાં આવતા નદીમાં ગંદુ પાણી નદીમાં જતું અટકાવી દેવામાં આવ્યું છે
અત્રે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર નગર ઓરસંગ નદી ને આધારિત છે ઓરસંગ નદી ને આધારિત બે વોટર વર્કસ દ્વારા નગરની તમામ જનતાને પાણી મળી રહે છે પરંતુ ચાલુ વર્ષે બે વાર ઓરસંગ નદીમાં ઘોડાપૂર આવતા પાણીના ભારે વહેણને કારણે નદીમાં આપવામાં આવેલી ભૂગર્ભ ગટર લાઈન માં ભંગાણ થઈ રહ્યું છે વારંવાર આ ભંગાણ થતાં નગરપાલિકાએ પણ ભારે હાલાકી ભોગવવાનો વારો આવે છે પરંતુ આ અંગે કાયમી નિરાકરણ લાવવું ઘણું જરૂરી છે ઓરસંગ નદીમાં ખુલ્લામાં જો ગટરો નું પાણી વહે એ ક્યાં સુધી વ્યાજબી કહેવાય. વોટર વર્ક પણ નદીમાં આવેલા છે તેવા સમયે નદીમાં પાણી વહે તો ભારે રોગચાળો વકરે તેવી સંભાવનાઓ રહેલી છે. વારંવાર ભૂગર્ભ ગટરની લાઈનો છૂટી થઈ જતા નગરપાલિકાના કર્મચારીઓ ને પણ ભારે મુસીબતનો સામનો કરવો પડે છે અને પંપીંગ સ્ટેશન પર પંપિંગ બંધ કરી દેવું પડે છે જેના કારણે નગરમાં પણ ગટરો ઉભરાવાની સમસ્યાઓ સર્જાય તેવી સંભાવનાઓ રહેલી છે
પ્રાપ્ત માહિતી અનુસાર નગરપાલિકા દ્વારા આ સમસ્યાના નિરાકરણ અર્થે ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન કચેરી ખાતે ચાર વખત આ ગટર લાઈન અંગે પ્રપોઝલ મૂકવામાં આવ્યા પરંતુ તે હજુ સુધી મંજુર કરવામાં આવ્યા નથી જેની તકલીફ નગરપાલિકા તથા ગામના લોકોને પડી રહી છે. નગરમાં થી પસાર થતી ઓરસંગ નદી ની ફરતે ચારે તરફથી રેતી માફિયાઓ દ્વારા ગેરકાયદેસર રેતી ખનન કરીને નદીના સ્તર ઊંડા ઉતારી દીધા છે જેના કારણે જે વગર ગટરની લાઈન નદીમાં રેતીની અંદર આપવામાં આવી હતી તે હવે બહાર દેખાવા લાગી છે . જેથી ઉપરવાસ મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થતાં ચોમાસામાં ઓરસંગ નદીમાં ઘોડાપૂર આવતા હવે આ લાઈનોનું ધોવાણ થઈ રહ્યું છે તથા છૂટી પડી રહી છે નગરની આ એક ગંભીર સમસ્યા ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચે અને તેઓની આંખો ખુલે તેમ નગર ની પ્રજા ઇચ્છી રહી છે

છોટાઉદેપુર નગરપાલિકા ચીફ ઓફિસર ભાવિનભાઈ બરજોડે જણાવ્યું હતું કે ઓરસંગ નદીમાં ભૂગર ગટર લાઈન વારંવાર પાણીના વહેણને કારણે છૂટી પડી જાય છે જે સમસ્યાના કાયમી નિકાલ અંગે પાલિકા દ્વારા ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન કચેરી ખાતે પ્રપોઝલ પણ મૂકવામાં આવ્યા છે ગટર ની પાઇપ છૂટી પડી જતા તાત્કાલિક પંપિંગ બંધ કરી દેવામાં આવ્યું છે જ્યારે નગરનો વોટર વર્કસ પાણીના વહેણથી ઘણું દૂર છે જેથી પ્રજાએ કોઈ ચિંતા કરવાની કોઈ જરૂર નથી નગરની પ્રજાને પાણી લેબ ટેસ્ટ કરીને જ આપવામાં આવે છે જ્યારે પાણીનું વહેણ ઓછું થતાં તાત્કાલિક પાઇપલાઇન જોઈન્ટ કરી દેવામાં આવશે તેમ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here