પાવગઢ : ખુણિયા મહાદેવના ધોધ પાસે ફસાયેલા ૭૦થી વધુ સહેલાણીઓને પોલીસે રેસક્યુ કરીને બચાવ્યા

ગુજરાતભરમા પડેલા સાર્વત્રિક વરસાદને કારણે નદીનાળા ડેમો પણ છલકાઈ ગયા છે.

પાવગઢ(પંચમહાલ),

પંચમહાલના પ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢની તળેટીમા આવેલા ખુણીયા મહાદેવના ધોધમા નાહવાનો આનંદ માણવા ગયેલા ૭૦થી વધુ સહેલાણીઓ વરસાદને કારણે પાણી વધી જતા ફસાઈ ગયા હતા.જેમને પાવાગઢ પોલીસે રેસ્કયુ કરીને બચાવી લીધા હતા.

પંચમહાલ જીલ્લાના પ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ હાલ ચોમાસાની ઋતુમાં લીલીછમ વનરાજીથી ખીલી ઉઠ્યુ છે.આ પાવાગઢ પર્વતની તળેટીમાં ખુણિયા મહાદેવનો ધોધ આવેલો છે.જેમા નાહવાનો આનંદ લેવા ગૂજરાતભરમાથી પર્યટકો આવે છે.હાલમા કોરોનાની મહામારી ચાલી રહી હોવા છતા પોતાના જીવને જોખમ મૂકી રહ્યા છે.રવિવારે બપોરે ખૂણિયા મહાદેવ ધોધ ખાતે નાહવાનો આનંદ માણીને પરત ફરતા ૭૦થી વધુ સહેલાણીઓ રસ્તામા આવતા ઝરણાનૂ પાણી વરસાદને કારણે વધી જતા ફસાઈ ગયા હતા.આ બનાવની જાણ પાવાગઢ પોલીસને થતા પીઆઈ સહિત સ્ટાફ બનાવ સ્થળે પહોચી હતો.સહેલાણીઓને દોરડાની મદદથી બચાવી લીધા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here