રાજપીપળા પાસે ના માંગરોલ ગામની સીમમાં શ્રાવણીયો જુગાર રમતા ૧૪ જુગારીઓને નર્મદા LCB પોલીસે ઝડપી પાડયા

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

ઝડપાયેલા જુગારીઓ પાસે થી પોલીસે ૧.૫૦ લાખના રોકડ તથા મુદ્દામાલ જપ્ત કર્યો

નર્મદા જીલ્લા પોલીસે શ્રાવણ માસ દરમ્યાન જુગાર ની પ્રવૃત્તિ ઓ મોટા પ્રમાણ મા ચાલતી હોય પોતાની વૉચ ગોઠવી બાતમીદારો ને કામે લગાડી જુગાર ની બદી ને નાથવા કમરકસી છે તયારે નર્મદા LCB પોલીસે રાજપીપળા પાસે ના માંગરોલ ગામ ખાતે થી જુગાર રમતા 14 જુગારીઓને ઝડપી તેમની પાસે થી રુપિયા 150400 ની મુદ્દામાલ જપ્ત કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરીહોવાનું જાણવા મળ્યું છે.

નર્મદા LCB ના પોલીસ ઇન્સ્પેક્ટર એ એમ પટેલ ના સુપરવિઝન હેઠળ પોલીસ જવાન કિરણભાઈ રતિલાલ , રાકેશભાઈ કેદારનાથ નાઈને ચોક્કસ બાતમી મળેલ હતી જેથી પેટ્રોલીંગ દરમ્યાન રાજપીપલા પો.સ્ટે. વિસ્તારના માંગરોલ ગામની સીમમાં ખુલ્લામાં કેટલાંક ઇસમો જુગારના પત્તાપાનાનો હાર જીતનો જુગાર રમી રહેલ હોવાની ચોક્કસ બાતમી મળેલ જે બાતમી આધારે બાતમીવાળી જગ્યા ઉપર એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો સાથે જુગાર અંગેની રેઇડ કરતા કુલ-૧૪ ઇસમો (૧) ચેતનભાઇ લક્ષ્મણભાઇ તડવી (ર) મહેશભાઇ મણીલાલ તડવી (૩) કુંશાંગભાઇ રમણભાઇ તડવી (૪) કૌશિકભાઇ રામુભાઇ તડવી (૫) નરેંદ્રસિંહ પ્રવિણસિંહ ગોહિલ તમામ રહે. જુના રામપરા તા.નાંદોદ (૬) પ્રવિણભાઇ પબાભાઇ વસાવા (૭) વનરાજસિંહ જશવંતસિંહ ગોહિલ (૮) રામાનંદ કાલીદાસ તડવી (૯) જયેંદ્રસિંહ જશવંતસિંહ ગોહિલ તમામ રહે. નવા રામપરા તા.નાંદોદ (૧૦) રમેશભાઇ શનાભાઇ તડવી (૧૧) લક્ષ્મણભાઇ મેલાભાઇ તડવી રહે. માંગરોલ તા.નાંદોદ (૧૨) મનહરસિંહ અજબસિંહ માંગરોલા (૧૩) પ્રદિપસિંહ જીતસિંહ અંબાલીયા તમામ રહે. રહે. માંગરોલ તા.નાંદોદ (૧૪) ધર્મેશભાઇ હિંમતભાઇ વસાવા રહે. સિંધીવાડ રાજપીપલા તા.નાંદોદ જી.નર્મદાનાને ઝડપી પાડી પકડાયેલ આરોપી પાસેથી જુગારના સાહિત્ય તથા દાવ ઉપરના તથા અંગઝડતીના મળી રોકડ રૂ.૧૭,૯૦૦/- તથા મોબાઇલ નંગ-૯ કિ.રૂ. ૧૭,૫૦૦/- તથા મોટર સાયકલ-૬ કિ.રૂ. ૧,૧૫,૦૦૦/- ના મુદ્દામાલ મળી કુલ્લે કિ.રૂ. ૧,૫૦,૪૦૦/-ના મુદ્દામાલ સાથે ઝડપી પડ્યા હતા ઉપરાંત અન્ય ત્રણ ઇસમો વોન્ટેડ જાહેર કરી તેમના વિરૂધ્ધમાં રાજપીપલા પો.સ્ટે.માં જુગારધારા હેઠળ ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહીહાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here