ભારત સંચાર નિગમ દ્વારા ડભોઇ શહેર તેમજ તાલુકાને ડિજિટલ બનવા સજ્જ…

ડભોઇ,(વડોદરા) સરફરાઝ પઠાણ :-

ધારાસભ્યના હસ્તે ભારત ફાઈબર લોન્ચિંગ કરાયું

ડભોઇ નગરમાં હવે બી.એસ.એન.એલ ટેલિફોન ઓફિસ ખાતે ધારાસભ્ય શૈલેશ મહેતાની ઉપસ્થિતીમાં ભારત ફાઇબર કેબલ દ્વારા ભારત ફાઇબર લોન્ચિંગ કરવામાં આવ્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ડિજિટલ ઇન્ડિયાના સ્વપ્નાને સાર્થક કરવા ના ઉદ્દેશથી ભારત સંચાર નિગમ લિમિટેડ દ્વારા ડભોઇ શહેર તેમજ તાલુકા ને ડિજિટલ બનાવવા માટે ડભોઇ નગરમાં હવે બી.એસ.એન.એલ ટેલિફોન ઓફિસ ખાતે ધારાસભ્ય શૈલેશ મહેતાની ઉપસ્થિતીમાં ભારત ફાઇબર કેબલ દ્વારા ભારત ફાઇબર લોન્ચિંગ કરવામાં આવ્યું હતું આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્ન ડિજીટલ ઇન્ડિયા પ્રોગ્રામ અંતર્ગત ભારત ફાઇબર નો શુભારંભ કરવામાં આવ્યું હતું “ઘર તક ફાઇબર ઘર તક ઇન્ટરનેટ” તે સુત્ર ને સાકાર કરવા માટે બીએસએનએલ દ્વારા ભારત ફાઈબર કેબલ ની શરૂઆત કરવામાં આવી છે આ પ્રસંગે ધારાસભ્ય શૈલેષ મહેતા(સોટ્ટા), જિલ્લા શિક્ષણ સમિતિ ના ચેરમેન અશ્વિન પટેલ( વકીલ) જીલ્લા મહામંત્રી ડો.બી.જે.બ્રહ્મભટ્ટ, ડભોઇ શહેર પ્રમુખ ડૉ. સંદિપ શાહ , ડભોઇ શહેર મહામંત્રી અમિત સોલંકી,જનરલ મેનેજર પંકજભાઈ ઉપાધ્યાય, ઝા,પી.આર. પટેલ ,પાર્થિવ ભાઈ, ભાવિનભાઈ સહિત બીએસએનએલ ટેલિફોન ઓફિસના કર્મચારીઓ તેમજ ડભોઇ નગર ભાજપાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here