નેશનલ લેવલે “સ્કોચ એવોર્ડ-૨૦૨૧” માટે નર્મદા જીલ્લા ના ચાર મહત્વના પ્રોજેક્ટ કરાયાં નોમિનેટ સેમી ફાઇનલ માં પહોંચ્યા

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

સ્કોચ એવોર્ડ-૨૦૨૧” માટે રજૂ કરાયેલા ચારેય પ્રોજેક્ટમાં ફેસબુક,ટવીટર સહિત અન્ય સોશિયલ મીડીયાના તમામ માધ્યમમો દ્વારા વધુમાં વધુ વોટીગ કરવા કરાયેલી જાહેર અપીલ

તા.૩૦ મી નવેમ્બર, ૨૦૨૧ સુધી વોટીંગ લાઈન ચાલુ રહેશે

સમગ્ર નર્મદા જિલ્લા માટે ગૌરવની બાબત છે કે, નર્મદા જિલ્લા વહિવટીતંત્ર દ્વારા રજુ કરાયેલ ચાર પ્રપોઝલ કમ પ્રેઝનટેશન નેશનલ લેવલ પર “સ્કોચ એવોર્ડ-૨૦૨૧” માટે રજૂ કરાયેલ છે. અને આ પ્રોજેક્ટ પસંદગી ની પ્રક્રિયા માં આગળ વધી રહ્યા છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, “સ્કોચ એવોર્ડ-૨૦૨૧ માટે રજૂ કરાયેલા (૧) NODHARA NO ADHAAR PROJECT, (૨) INNOVATIVE WORKS IN NARMADA DIST (૩) RESPOND TO COVID-19 અને (૪) TOURISM INTIATIVAE IN NARMADA DISTRICT ને નેશનલ લેવલ પર SKOCH AWARD માટે શોર્ટ લીસ્ટ કરાયેલ છે અને નેશનલ લેવલ પર આ પ્રોજેકટનું પ્રેઝનટેશન નેશનલ જ્યુરી સમક્ષ તા.૨૫/૧૧/૨૦૨૧ ના રોજ સમગ્ર દિવસ દરમિયાન કરવામાં આવ્યું હતું, જેમાં ઉક્ત રજૂ કરાયેલા ચારેય પ્રોજેક્ટ તા.૨૬/૧૧/૨૦૨૧ ના રોજ સેમી ફાયનલ રાઉન્ડમાં પહોંચ્યા અને શોર્ટ લીસ્ટ થવાની સાથોસાથ જ્યુરી સમક્ષ પ્રેઝન્ટેશન થયુ અને હવે વોટીંગનો સ્ટેજ આવેલ છે.

સદરહું પ્રેઝન્ટેશનના અંતે તા.૨૫ મી નવેમ્બર,૨૦૨૧ ને ગુરૂવારના રોજ સાંજે ૬:૪૦ કલાક દરમિયાન ચારેય પ્રોજેકટ માટે SKOCH GROUP દ્વારા વેબપેજ ક્રિએટ કરવામાં આવેલ અને તેની વોટીંગ માટે લીંક પણ જનરેટ કરવામાં આવેલ છે. જેથી ઉપરોક્ત ચારેય પ્રોજેકટને સેમી ફાયનલ રાઉન્ડમાં પહોંચાડવા માટે વધુમાં વધુ લોકો, અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ અને મિત્ર વર્તૂળે ફેસબુક,ટવીટર, સોશિયલ મીડીયાના તમામ માધ્યમો દ્વારા વધુમાં વધુ વોટીંગ કરવાં અપીલ કરાઇ છે.

ઉક્ત તમામ પ્રોજેકટ નર્મદા જિલ્લાના જ છે, જેથી વધુમાં વધુ પ્રચાર-પ્રસાર થાય અને જે કોઈને રસ હોય તેને સાઈટ વિઝિટ કરવા, પ્રોજેકટના વિડિયો નિહાળવા અને તેમને યોગ્ય લાગે તે રીતે વોટીંગ કરવા જાહેર અપીલ કરવામાં આવી છે. સૌપ્રથમ https://exhibition.skoch.in/register/ પર રજીસ્ટર થવાનું રહેશે. તે બાદ રજિસ્ટર્ડ ઈમેલ થી લોગીન થવાનું રહેશે. તે બાદ https://exhibition.skoch.in/voting-steps/ ને અનુસરવાનું રહેશે.
એક જ વાર લોગીન થવાથી ચારેય પ્રોજેકટ ને વોટ કરી શકાશે. દર વખતે લોગાઉટ થવાની જરૂર નથી. તે બાદ નીચે મૂજબ ની દરેક પ્રોજેકટની વારાફરતી લીંક ઓપન કરીને દરેક પ્રોજેકટવાઈઝ વોટિંગ કરવાનું રહેશે.
https://exhibition.skoch.in/beacons-of-hope/district-administration-narmada-gujarat/ https://exhibition.skoch.in/beacons-of-hope/district-administration-narmada-gujarat-2/

https://exhibition.skoch.in/beacons-of-hope/collectorate-narmada/ આ વોટીંગ લાઈન તા. ૩૦ મી નવેમ્બર, ૨૦૨૧ સુધી ચાલુ રહેનાર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here