પંચમહાલ : 19મી ડિસેમ્બરે જિલ્લાનાં મતદાન મથકોએ મોબાઈલ,વોકી-ટોકી, લેપટોપ સહિતનાં ઈલેક્ટ્રોનિક ઉપકરણો લઈ જવા પર પ્રતિબંધ…

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

મતદાન મથકોથી 200 મીટર ત્રિજ્યાનાં વિસ્તારમાં  પ્રતિબંધ અમલી રહેશે

પંચમહાલ જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી સુજલ મયાત્રા દ્વારા ગ્રામ પંચાયતોની ચૂંટણી સંદર્ભે પ્રતિબંધાત્મક જાહેરનામું

રાજ્યભરમાં જાહેર થયેલ ગ્રામ પંચાયતોની ચૂંટણી અંતર્ગત પંચમહાલ જિલ્લામાં તમામ તાલુકાઓનાં કુલ 380 ગ્રામ પંચાયતોની ચૂંટણી-2021નું મતદાન આગામી 19 ડિસેમ્બર,2021નાં રોજ યોજાનાર છે. ચૂંટણી પ્રક્રિયા મુક્ત અને ન્યાયી રીતે યોજી શકાય અને ચૂંટણી પ્રક્રિયા દરમિયાન સુલેહ શાંતિનો ભંગ થતો અટકાવી શકાય તે માટે પંચમહાલ જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી સુજલ મયાત્રા દ્વારા ક્રિમીનલ પ્રોસીજર કોડ 1973ની કલમ-144 અનુસાર મળેલ સત્તાની રૂએ મતદાનના દિવસ તા.19.12.2021ના રોજ નિયત થયેલા મતદાન મથકો ખાતે અને તેની આસપાસના 200 મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં લેપટોપ/કોમ્પ્યુટર/મોબાઈલ ફોન, પેજર, વાયરલેસ સેટ/વોકી ટોકી સહિતનાં ઈલેક્ટ્રોનિક ઈન્સ્ટ્રુમેન્ટને લઈ જવા તથા તેના ઉપયોગ કરવા પર પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે. આ હુકમનો ભંગ-ઉલ્લંઘન કરનાર ભારતનાં ફોજદારી અધિનિયમની કલમ-188 હેઠળ શિક્ષાને પાત્ર થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here