નાંદોદ ધારાસભ્ય પી.ડી. વસાવા કાઁગ્રેસ છોડી ભાજપામા જોડાશે ??

નાંદોદ, (નર્મદા) આશિક પઠાણ :-

આદિવાસી બેલ્ટ માં 10 વાર ધારાસભ્ય રહેલા મોહનસિંહ રાઠવા પુત્ર મોહ મા કાઁગ્રેસ છોડી ભાજપા મા જોડાયા

જમાઇના ભાજપામાં જોડાવા પાછળ ધારાસભ્ય પી ડી વસાવા નુજ દિમાગ ?? કે પછી કોઈ મજબુરી ભાજપાના દ્વારે દોરી ગઈ! !!

ભારતિય જનતા પાર્ટી ઉપર પોતાના વિરોધીઓ ને કચડી નાખવા માટે ઇ. ડી. સહિત સી.બી. આઇ. અને ઈન્કમટેકસ ડિપાર્ટમેન્ટ નો ખોટો દુરુપયોગ કરવમાં આવતો હોવાનો આરોપ તેના વિરોધીઓ દ્વારા લગાવવામાં આવે છે, જાહેર જીવન સાથે જોડાયેલા લોકો ના જો કોઈક ફોલ્ટ હોય ભ્રષ્ટાચાર જેવા આરોપો લાગ્યા હોય તો તપાસો કરી જેલ ભેગો પણ કરી દેવાય છે, ભારતીય રાજનીતિ માં આ કંઈક નવું પણ નથી પોતાના વિરોધીઓ ને કચડવા સબક શીખવવા ની પરંપરા કાઁગ્રેસ શાસન થીજ ઇન્દિરા ગાંધી ના જમાના થી ચાલતી આવી છે. ભાજપા શાસન મા જોકે પ્રમાણ વધ્યું છે, જો કોઈ રાજકિય આગેવાન ઉપર ગેરરીતિઓ ના આરોપ લાગ્યા અને તે ભાજપા મા જોડાયા તો તમામ પ્રકાર 5ની જો તેની સામે સરકારી એજન્સીઓ ની નો તપાસો ચાલતી હોય તો તે બંધ પણ થઈ જાય છે!!!

હવે વાત કરીએ નર્મદા જીલ્લા ની નાંદોદ વિધાનસભા ની ચુંટણીમાં સિટિંગ ધારાસભ્ય પી ડી વસાવા ની ટિકિટ કાપી કાઁગ્રેસ પાર્ટી એ યુવા નેતા હરેશ વસાવા ને કોંગ્રેસ પાર્ટી ના ઉમેદવાર તરીકે પસંદગી કરતા પી. ડી. વસાવા ની છાવણી માં સન્નાટો વ્યાપી ગયો હતો, જેવી ટિકિટ જાહેર કરવામાં આવી તેના ગણતરી ના કલાકો માંજ ધારાસભ્ય પી ડી વસાવા ના જમાઇ રવિ વસાવા ભાજપા માં ગૃહ મંત્રી હર્ષ સંઘવી ના હસ્તે ખેસ ધારણ કરી જોડાઇ ગયા!!!! ઘટનાક્રમ અહો આશ્ચર્યમ્: જેવું લાગે પણ રાજનીતિ માં આ બધું સહજ બનતું જ હોય છે. પોતાના અસ્તિત્વ ને ટકાવી રાખવા માટે રાજકિય આગેવાનો આવું કરે એ સ્વાભાવિક પણ છે.

કોંગ્રેસ પાર્ટી એ જેઓને વિધાનસભા માં વિપક્ષ નેતા બનાવેલ સહયોગી સરકાર માં મંત્રી પણ રહેલા અને 10 દસ વાર ધારાસભ્ય તરિકે રહી ચુકેલ આદિવાસી નેતા મોહનસિંહ રાઠવા ના પુત્ર રણજીતસિંહ રાઠવા ની કાઁગ્રેસ પાર્ટી એ ટિકિટ કાપી તો પોતે કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપા ના શરણે પહોંચ્યા!!! અને પોતાના પુત્ર ને ભાજપા ની ટિકિટ પણ અપાવી દીધી, અહીંયા પ્રશ્ન એ થાય છે કે મોહનસિંહ રાઠવા ને તો માગ્યા મુજબ ની મોત કહો કે જીવતદાન મળ્યું પરંતું ધારાસભ્ય પી ડી વસાવા ના જમાઇ રવિ વસાવા ભાજપા માં જોડાયાં તેમને શું મળશે???

આ મામલે ચર્ચાઓ લોકો ના મુખે ચર્ચાસ્પદ બની છે જે મોહનસિંહ રાઠવા સાથે ચર્ચા વિમર્શ પી ડી વસાવા એ કર્યુ છે હવે તેઓ પણ કાઁગ્રેસ સાથે છેડો ફાડવાની દિશા માં આગળ વધે એવી શક્યતાઓ છે. પીઢ કોંગ્રેસી આગેવાન ની છાપ ધરાવતા ધારાસભ્ય પી ડી વસાવા ના કાઁગ્રેસ પાર્ટી મા હવે કોઈ ગોડ ફાધર રહયા નથી, સ્વ. અહેમદભાઇ પટેલ ને પ્રેરણાદાયી અને પોતાના મશિહા સમજતા ધારાસભ્ય પી ડી વસાવા હવે કોંગ્રેસ ની મોવડી મંડળ ની જુથબંધી નો ભોગ બન્યા હોય ને પોતાનો રાજકિય આશરો શોધે એ પણ જરુરી છે જ કારણ પણ સ્પષ્ટ છે જે સરૂઆત માંજ અમે ઉલ્લેખ કર્યો છે કે જેનાં પર ઇ ડી. ઈનકમ ટેક્સ અને સી બી. આઇ.ની તપાસો નો ખતરો મંડાય છે તે રાજકિય આગેવાનો ભાજપા મા જોડાય ને દુધે ન્હાય છે, કંઇક આવું નાંદોદ ધારાસભ્ય પી ડી વસાવા ના મામલે પણ છે જ તેઓ જે સંશાથાઓ ચલાવી રહ્યા છે આદિવાસી કેળવણી મંડળ અને આદિવાસી સેવા સંઘ આ સંસ્થાઓ ના માધ્યમ થી ચાલતી શાળાઓ કોલેજો મા ગેરરીતિઓ ના આરોપો વહેતા થયા છે, જો હવે ધારાસભ્ય પદુ નહીં રહે તો શું ??? ના પ્રશ્નો ખુબજ જટિલ છે, અને આ તમામ પાસાઓ જોતા જો ભાજપા માં જોડાય તો રાજકિય સંરક્ષણ પ્રાપ્ત થાય એ દિશા માં પોતે ચાલ્યા હોય એવી લોક ચર્ચાઓ લોકો ના મુખે ચર્ચાસ્પદ બની છે, અને રણનીતિ ના ભાગ રૂપે જ જમાઇ રવિ વસાવા ને ભાજપા નો ખેસ ધારણ કરવો પડ્યો ની વાતો હાલ તો વહેતી થઈ છે.
આવનાર સમય મા શું ધારાસભ્ય પી ડી વસાવા પોતાને પાર્ટી એ ટિકિટ ના ફાળવતા કાઁગ્રેસ સાથે છેડો ફાડી ભાજપા મા જોડાય છે કે નહિ એ જોવું રહ્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here