કાલોલમાં વૈષ્ણવાચાર્યની ઉપસ્થિતિમાં યમુનાજીના લોટી ઉત્સવ અને માળા પહેરામણીનો સૂક્ષ્મ મનોરથ ઉજવાયો

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

કાલોલ નાં સુવર્ણ હોલ ખાતે શનિવારે ગૌ. વા. હીરાલાલ ચંદુલાલ મહેતા પરિવાર તરફથી યુવા વૈષ્ણવાચાર્ય પુ. પા. ગૌ ૧૦૮ શ્રી અભિષેકકુમાર મહારાજ ની ઉપસ્થિતિમાં શ્યામસુંદર શ્રી યમુનાજી મહારાણી નાં લોટી ઉત્સવ અને માળા પહેરામણી મનોરથ ઉજવાયો વધાઈ કીર્તન બાદ મહારાજશ્રી એ વચનામૃત માં બ્રહ્મ સંબધ થી લઈ માળા પહેરામણી સુધીના ક્રમ નું મહત્વ સમજાવ્યું વૈષ્ણવ ને શ્રીનાથજી ની સેવા નો અધીકાર બ્રહ્મ સંબધ થી મળે અને તે શ્રીનાથજી ને શરણે આવે છે . માળા પહેરામણી એ આનંદ નો મનોરથ છે. તેથી આ મનોરથ ની પ્રસાદી ના લેવાય તેવી માન્યતા ખોટી છે માળા પહેરામણી વૈષ્ણવ નાં હ્રદય નો ભાવ છે તેથી માળા પહેરામણી નાં મનોરથ નો પ્રસાદ ગ્રહણ કરી શકાય. વચનામૃત બાદ આમંત્રીત વૈષ્ણવોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here