નસવાડી : વિશ્વ માનવ કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ અને ઉત્કર્ષ વિકાસ ફાઉન્ડેશન સંસ્થાઓના સહયોગથી CED ઉધોગ સાહસિકતા તાલીમ કાર્યક્રમ સફળતા પૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો

નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

નબળી,આર્થિક સ્થિતિ, ટૂંકા ગાળાનો અભ્યાસ, યોગ્ય માર્ગદર્શન મળી રહે એવાં યુવક- યુવતીઓ પોતાનો ધંધો-રોજગાર પોતે પગભર અને સ્વતંત્ર ઉધોગ સ્થાપી શકે તેવા ઉદ્દેશથી અને આપડા માન.વડાપ્રધાન સાહેબશ્રીના આત્મનિર્ભર ભારત બનાવવાના સ્વપ્ન સાકાર કરી શકાય તે હેતુથી આ (CED) ઉધોગ સાહસિકતા તાલીમ (ગુજરાત સરકાર દ્વારા સંચાલિત) કાર્યક્રમ, ગ્રામ પંચાયત, નસવાડી હૉલ ખાતે તા:29/09/2022 થી 14/10/2022 સુધી કાર્યક્રમ ચાલ્યો હતો. જેમાં 30 લાભાર્થીઓએ તાલીમ કાર્યક્રમ ભાગ લીધો હતો જે સફળ રીતે પુર્ણ થયો હતો.

વધુમાં જણાવ્યું હતું કે આ બંને સસ્થા દ્વારા તાલીમાર્થીઓ ને પોતાનો ઉદ્યોગ સરૂ કરી આત્મનિર્ભર ભારત બંને તેવા ઉદે્યથી આ સંસ્થાઓ આવા કાર્યક્રમો કરી રહી છે. જે આખા છોટાઉદેપુર જિલ્લાના જેમાં છેવાડાની મહિલાઓ- પુરુષોઓને ઘર આંગણે આવી તાલીમ મળી રહે, અને પોતાના ઉધોગ સરૂ કરી પોતે આત્મનિર્ભર બંને તેવા ઉદ્દેશથી આ સંસ્થા કામ કરી રહી છે. અને આવનાર સમયમાં પણ લોક જાગૃતિ, રોજગાર મળે લોકોને ફાયદો થાય તેવા તમામ કાર્ય પણ કરશે તેવુ *ઉત્કર્ષ વિકાસ ફાઉન્ડેશન સંસ્થાના શ્રી મેનેજિંગ ડાયરેક્ટર ડી.ડી પરમાર સાહેબશ્રી તેમજ વિશ્વ માનવ કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ ના કાર્યકર્તા શ્રીમતી રંજનબેન વસાવા મેડમ એ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here