નસવાડી બી.એડ.કોલેજની તાલીમાર્થી બહેનો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમની ઉજવણી કરાઈ

નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

શાળાના વિદ્યાર્થીઓમા છુપાયેલો ટેલેન્ટ બહાર આવે તે હેતુથી કાર્યક્રમ યોજાયો”

સરકારી બી.એડ કોલેજમાંથી ઇન્ટર્નશીપ તાલીમ દરમિયાન ૫૬ દિવસ શાળામાં આવી વિવિધ પ્રવૃત્તિઓ કરાવી શિક્ષક તરીકેના તમામ અનુભવો મેળવ્યા શિક્ષક સ્ટાફ અને વિદ્યાર્થીઓએ સાથ સહકારથી તા.૧૨/૯/૨૦૨૩ ના રોજ સાંસ્કૃતિક કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગીત નૃત્ય અને નાટક દ્રારા એક સંદેશો પહોંચાડવામાં આવ્યો વિવિધ પ્રવૃત્તિઓમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય આવેલા વિદ્યાર્થીઓને પુસ્તક ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા ૫૬ દિવસ દરમિયાન અમને વિદ્યાર્થીઓ સાથેનો સારો અનુભવ થયો હતો અને આ કાર્યક્રમ એસ બી સોલંકી વિદ્યામંદિર ખાતે રાખવામાં આવ્યો હતો સરકારી બી.એડ કોલેજના તાલીમાર્થી પટેલ અંજનાબેન બારીયા કુંજનબેન પરમાર શોભનાબેન અને રાઠવા પારૂલબેન અને જયાબેન દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કર્યું હતું જેમાં હિન્દી ગુજરાતી સમાજશાસ્ત્ર અને સંસ્કૃત વિષય પર બી.એડ ના તાલીમાર્થીઓ દ્વારા બાળકોને વિવિધ વિષયો શીખવાડવામાં આવ્યા હતા સાથે સાથે સહ અભ્યાસિક પ્રવૃત્તિ અને રમતોત્સવ રમાડવામાં આવ્યા હતા. છેલ્લે વિદ્યાર્થીઓના આનંદ માટે ગરબા અને ટીમલી રમાડવામાં આવી હતી વિદ્યાર્થીઓની સુષુપ્ત શક્તિઓને નિખારવા માટે એક સ્ટેજ પુરૂ પાડ્યુ હતુ તાલીમ દરમિયાન દરેક વિદ્યાર્થીઓને અમારાથી બને એટલા પ્રયત્નો શીખવાડવા માટે કર્યા હતા અને વિદ્યાર્થીઓ સાથેના સારા અનુભવ થયા હતા અને શાળાના તમામ શિક્ષક ગણ અમારી પડખે ઊભા હતા અને આ બીએડમાં કોલેજમાં ભણી અમને વિદ્યાર્થીઓને ભણાવવાનો અવસર પ્રાપ્ત થયો હતો અને અમારા જીવનનો આ એક યાદગાર પલ રહેશે આમ બી.એડ ને તાલીમાર્થીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here