શહેરા તાલુકાના મંગલીયાણા ગામે ગીરવે મુકેલ જમીન છૂટી કરવાના વિવાદમાં જમીન ગીરવે મુકનારના પરિવારને મારમરાતા શહેરા પોલીસ મથકે આઠ વ્યક્તિઓ સામે નોંધાઈ ફરિયાદ

શહેરા,(પંચમહાલ)
ઇમરાન પઠાણ

વિધવા મહિલાએ પોતાના પતિની સારવાર કરાવવા માટે રૂ.20 હજારમાં પોતાની જમીન ગીરવે મૂકી હતી

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના મંગલીયાણા ગામે રહેતા શારદાબેન સુખાભાઈ પટેલના પતિ સુખાભાઈ આજથી આઠેક વર્ષ અગાઉ બિમાર હોવાથી તેઓની સારવાર માટે પૈસાની જરૂર પડતા તેઓએ ગામના જ વજેસિંહ સરતનભાઈ પટેલને રૂ.20 હજારમાં પોતાની જમીન ગીરવે આપી હતી ત્યારથી તેઓ શારદાબેનની જમીન ખેડતા હતા, અને છએક માસ અગાઉ ગીરવે મુકેલ જમીનમાંથી બોરડીના ઝાડ કાપી નાખતા શારદાબેન કહેવા ગયા હતા કે અમારી જમીનમાંથી અમને પૂછ્યા વગર કેમ કાપ્યા અમારે અમારી જમીન છૂટી કરવાની છે, ત્યારે વજાભાઇએ કહેલ કે આ જમીન હવે તમને નહીં મળે તમારાથી થાય તે કરી લો તેમ કહેતા આ બાબતે પંચ ભેગું થતા તેમાં પણ વજેસિંહે કહ્યું હતું કે મારે પૈસા પાછા લેવાના નથી અને મને જમીન નામે કરી આપો તેમ કહેતા હોવાથી તેનો કોઈ નિકાલ આવ્યો ન હતો,જેથી શારદાબેન અને વજેસિંહ પટેલ વચ્ચે જમીન છૂટી કરવા બાબતે વિવાદ ચાલતો હોય, ત્યારે ગત સોમવારની સાંજે શારદાબેનનો પુત્ર વિનોદ બાઈક લઈને પોતાના ભાણીયાને મુકવા ભેંસાલ ગયો હતો અને ભાણીયાને મુકી પરત ઘરે જતો હતો ત્યારે વિનોદની બાઈક વજેસિંહ સરતનભાઈ પટેલના ઘર આગળ બંધ પડતા વિનોદે બુમાબુમ કરતા તેની માતા શારદાબેન, તેઓની પુત્રી પુષ્પાબેન અને લલીતાબેન અને પુત્ર રમેશ આ ચારેય ત્યાં પહોંચીને જોતા વજેસિંહ સરતનભાઈ પટેલ, પ્રભાપ પર્વતભાઈ પટેલ, અમરસિંહ પર્વતભાઈ પટેલ, ભુરાભાઇ પર્વતભાઈ પટેલ, ધુળાભાઈ સરતનભાઈ પટેલ, કાભસિંહ અમરાભાઈ પટેલ અને ભલાભાઈ કાભસિંહ પટેલ તેમજ સંગીતાબેન પ્રભાતભાઈ પટેલ આ આઠેય ઈસમોએ ભેગા મળી વિનોદને ગાળો બોલી તમારે જમીન છૂટી કરવી પડશે તેમ કહી લાકડીઓથી તેમજ ગડદાપાટુનો મારમાર્યો હતો અને વિનોદને દોરડા વડે બાંધી દીધો હતો, જેથી વિનોદના પરિવારના સભ્યો વિનોદને છોડાવા જતા તેના ભાઈ રમેશને વજેસિંહ સહિતના લોકોએ પકડીને તું પણ જમીન માટે આવ્યો છે તેમ કહી ગાળો બોલી તેને પણ બાંધી દઈ લાકડીઓથી ગડદાપાટુનો મારમાર્યો હતો, જ્યારે શારદાબેન અને તેઓની બંને પુત્રીઓ વચ્ચે છોડવા પડતા વજેસિંહે શારદાબેનને લાકડી મારી આ લોકોને જીવતા છોડવાના નથી જાનથી મારી નાખવાના છે તેવી ધમકીઓ વજેસિંહ સહીતનાઓએ આપતા ત્યાંથી શારદાબેન તેઓની પુત્રીઓ સાથે ત્યાંથી જતા રહ્યા હતા, જોકે શારદાબેનના પુત્ર વિનોદ અને રમેશને મારામારવામાં આવતા બંનેને ઈજાઓ પહોંચતા તેઓને ગોધરા ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર બાબતે શારદાબેને મારમારી ધમકી આપનાર વજેસિંહ પટેલ સહીતના આઠેય ઈસમો સામે શહેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા શહેરા પોલીસે તમામ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here