સેલંબાના એક વેપારીની દુકાનોમાં તોડફોડ અને લૂંટ મચાવવામાં આગેવાની !!!

સેલંબા, (નર્મદા) આશિક પઠાણ :-

ધંધાકીય હરીફાઈ માં વિવિધ એજન્સીઓ ધરાવતા વેપારી ટોળાની આગેવાની લઇ તોડફોડ કરતાં નજરે પડ્યા

નર્મદા જિલ્લાના સેલંબામાં શોર્યયાત્રા દરમિયાન સેલંબાના બજારોમાં થયેલ લૂંટફાટ ની આગેવાની કરતા સેલંબા ગામના અનાજ કરિયાણાના અને વિવિધ એજન્સી ધરાવતા એક વેપારી પણ મોઢા ઉપર રૂમાલ બાંધીને ટોળાની આગેવાની કરતા વિડીયો ફૂટેજમાં સ્પષ્ટપણે નજરે પડી રહ્યા છે. પોલીસે આ વેપારી સામે લૂંટફાટ નો ગુનો કેમ નથી નોંધ્યો નથી ??? એ તપાસનો વિષય બન્યો છે. શું નર્મદા જિલ્લા પોલીસ આવા અસામાજિક તત્વોને ઉજાગર કરવા માટે અને તેમને નસીહત આપવા માટે તેમની સામે કાયદાનો કોરડો વિજશે ખરી???

આ વેપારી પોતાના ધંધાની પ્રતિસ્પર્ધા હોય તેઓના હરીફ વેપારીઓ ની દુકાનો લુંટાવવા માટે ટોળાની આગેવાની લઈને સટલ તોડી વિડીયો ફૂટેજમાં એક દુકાનમાં પ્રવેશતા સ્પષ્ટ પણે જોઈ શકાય છે, શું નર્મદા જિલ્લા પોલીસ પાસે આ વિડીયો ફૂટી જ નથી ?? અને જો છે તો એ વેપારી સામે લૂંટફાટ નો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કેમ કરવામાં આવી નથી???? યોગ્ય તપાસ હાથ ધરી નર્મદા જિલ્લા પોલીસ દુકાનોમાં લૂંટફાટ કરનાર તત્વ સામે કાયદેસરની કાર્યવાહી કરશે ખરી????

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here