નસવાડી નગરમા ધારાસભ્યએ નૂતનવર્ષને લઈ લોક સંપર્ક કર્યો…

નસવાડી,(છોટા ઉદેપુર) જાવેદ એન કુરેશી :-

ચા ની લારી થી લઈ ને મોટી દુકાનો સુધી ધારાસભ્યએ મુલાકાત લીધી

નસવાડી નગરમાં સંખેડા ધારાસભ્યએ નવા વર્ષ ને લઈ ગામના નાના મોટા વેપારીઓ તથા લારી ગલ્લાની મુલાકાત લીધી છે અને દરેક વ્યક્તિઓને ડોર ટુ ડોર ચાલતા ફરી મુલાકાત કરી છે નસવાડી સ્ટેશન વિસ્તારથી ચાલતા ધારાસભ્ય એ પ્રજા નો સંપર્ક કર્યો અને લોકો એ પ્રેમ થી ધારાસભ્યને વધાવ્યા છે અને નસવાડીમાં લોકોએ સારો પ્રતિભાવ આપ્યો છે અને ચાલતા સંપર્ક માં નીકળતા ધારાસભ્યએ ચા ની ચુસ્કી નો પણ આનંદ લીધો હતો નસવાડીની પ્રજાએ ધારાસભ્યને સારો પ્રતિસાદ મળ્યો હતો અને લોકો હોંશે હોંશે ધારાસભ્યને મળ્યા અને નસવાડીના નાના મોટા વેપારી લારી ગલ્લા કરતા દુકાનદારોએ પણ નસવાડી વિસ્તારના ધારાસભ્ય અભેસિંહ તડવી ને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી અને ધારાસભ્યએ પણ નસવાડી નગરના રહીશોને નવા વર્ષ ની શુભકામનાઓ પાઠવી હતી આ રીતે નવા વર્ષ ને લઈ ધારાસભ્ય અભેસિંહ તડવી એ નસવાડી ગામની મુલાકાત લીધી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here