નસવાડી દેવલિયા રોડ પર હાઈવા ટ્રકે બાઇકને પાછળથી ટક્કર મારતા ઘટના સ્થળે જ મહિલાનું મોત નીપજ્યું

નસવાડી,(છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

એક્સિડન્ટ કરી હાઈવા ટ્રક ફરાર

નસવાડી દેવલિયા રોડ પર બાઈક લઈ નસવાડીના વેપારી દંપતી એમના ભાઈબંદ ના ઘરે બાબરીમાં જતા રસ્તામાં ગમખ્વાર અકસ્માત થયો હતો અને એમાં વેપારીના પત્ની નું ઘટના સ્થળેજ મોત નીપજ્યું હતુ નસવાડી દેવલિયા રોડ વચ્ચે રેતી ના ડમ્પર ની અવર જવર થતી રહેછે પરંતુ આ ઓવરલોડ ભરેલી ગાડ્યો દોડતી રહેછે પણ એ દોડતી ગાડ્યો પર કોઈ પણ સરકારી તંત્ર નું નિયંત્રણ નથી એમ ઘટના સ્થળ પર ઉભેલા લોકો માં ચર્ચા સાંભળવા મળી હતી અને આ યમરાજ સમાન હાઈવા ટ્રકો ચાલતી હોવાના કારણે નિર્દોષ માણસો ના મોત થતા હોય છે તો આ ઓવર લોડ ભરેલા હાઈવા ચાલે છે અને આ ચાલતા હાઈવાનો વહીવટ કોણ કરેછે આ રોડ પર ચાલતા હાઈવા ને કાબુ મા લાવવા માટે સરકાર પોલીસ દ્વારા પગલા લે એમ લોક ચર્ચાઓ ઘટના સ્થળ પર સાંભળવા મળી છે અને આ બેફામ રીતે ચાલતી ટ્રકો આ રોડ પર ચાલેછે અને ઘણી વાર આવા અકસ્માતો અહીંયા સર્જાયેલા છે જે ગંભીર બાબત છે અને આના પર તંત્ર કાયદેસરના પગલાં લે અને થતા અકસ્માતો અટકે એવી લોક ચર્ચા હતી અને ઘટના સ્થળે પોલીસ આવી પાર્થિવ શરીર ને નસવાડી દવાખાને ખસેડવામાં આવ્યું હતું અને પોલિસે કાયદેસર ની કર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here