શહેરા તાલુકાની પ્રાથમિક શાળાઓમાં શિક્ષણ સાથે શારીરિક કસરત પણ શરૂ કરાઈ…

શહેરા,(પંચમહાલ) ઇમરાન પઠાણ :-

શહેરા તાલુકાની પ્રાથમિક શાળાઓમાં શિક્ષણની ઉત્તમ ગુણવત્તા સાથે વિદ્યાર્થીઓની સ્વાસ્થ્યની પણ ચિંતા કરવામાં આવે છે

બી.આર.સી.કૉ.ઓર્ડીનેટર, શહેરા ડૉ.કલ્પેશ આર.પરમારે અણીયાદ ક્લસ્ટરની શાળાઓની મુલાકાત લેતા વિદ્યાર્થીઓ અને શિક્ષકો સામૂહિક કસરત કવાયત કરી રહ્યા હતા. જેમાં ઉભા 10 અને બેઠકના 5 દાવ શિક્ષકશ્રીઓ દ્વારા વિદ્યાર્થીઓને તેમની ઉત્તમ તંદુરસ્તી માટે કરાવવામાં આવી રહ્યા હતા. તે મુજબ તાલુકાની મોટાભાગની શાળાઓમાં કસરત કવાયત શરૂ કરવામાં આવી હતી. સી.આર.સી.અણીયાદ ભુપેન્દ્રસિંહ વી.સોલંકીના ઉત્કૃષ્ઠ આયોજન બદલ અભિનંદન પાઠવ્યા હતા. ડૉ.કલ્પેશ આર.પરમારના જણાવ્યા મુજબ શહેરા તાલુકાની તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસની સાથે કેળવણી અને સર્વાંગી વિકાસ થાય તેમજ તેમનું સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે તે માટે શહેરા શિક્ષણ પરિવાર હંમેશા પ્રતિબદ્ધ અને પ્રયત્નશીલ રહેશે. સી.આર.સી.કો.ઓર્ડીનેટરોના માર્ગદર્શન હેઠળ તમામ શાળાઓના આચાર્યો દ્વારા શિયાળાની શરૂઆતમાં જ કસરત કવાયત શરૂ કરતા ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. શ્રેષ્ઠ શિક્ષણની દ્રઢ સંકલ્પ સાથે કસરત કવાયત દરમિયાન શિક્ષણ વિભાગની SOP અને કોવિડ – 19 ની ગાઈડલાઈન અનુસરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here