અરવલ્લીના શામળાજી આર્ટસ કોલેજ ખાતે મેક્રમ આર્ટ શીખતા આદિવાસી વિદ્યાર્થીઓ

શામળાજી, (અરવલ્લી) વસીમ શેખ :-

અરવલ્લી જિલ્લાના શામળાજી ખાતે આવેલી આર્ટસ કોલેજમાં વિદ્યાર્થીઓને મેક્રમ આર્ટ શીખવવામાં આવે છે.
વિદ્યાર્થીઓ આ કળા શીખીને પોતે ભણતા ભણતા પોતાનો ખર્ચ કાઢી શકે તેવો ઉમદા પ્રયાસ કરવામાં આવે છે. આ કળા ને જોવા માટે દૂર દૂરથી મુલાકાતી આવતા હોય છે.આ સાથે અરવલ્લી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના અધિકારીઓએ પણ આ કામની નોંધ લીધી હતી. વિદેશથી પણ નામાંકિત વ્યક્તિઓને જેમ જેમ જાણ થાય તે મુલાકાત લઈ રહ્યા છે.એટલું જ નહીં ઓર્ડર મુજબ વિદ્યાર્થીઓ વિવિધ આઈટમ પણ બનાવી આપતા હોય છે.

મેક્રમ આર્ટ એટલે શુ??
મેક્રમ એક પ્રકારની પ્લાસ્ટિકની દોરી હોય છે, જે લાંબા સમય સુધી ટકી રહેતી હોય છે, એટલું જ નહીં ધોવા થી પણ તેની સુંદરતમાં કોઈ જ ઉણપ આવતી નથી. અને લાંબા સમય સુધી તેનો ઉપયોગ કરી શકાય છે.મેક્રમ આર્ટ ચાવી ભરાવવાનું સ્ટેન્ડ, પેન બોક્સ, ઝૂલો,ઝુમ્મર તોરણ મોબાઈલ ચાર્જર સ્ટેન્ડ, સહિત ગૃહ સુશોભનની અલગ અલગ વસ્તુઓ બનાવવામાં આવે છે.આ સાથે જ કેટલીક વસ્તુઓ બનાવવામાં મણકાનો પણ ઉપયોગ કરાય છે. જેથી આકર્ષક બની જતા હોય છે.આ ગુંથણ કળામાં માત્ર બે ગાંઠની જ કળા હોય છે. જે વિદ્યાર્થીઓ માટે ભવિષ્યમાં આજીવિકાનું સાધન બનશે.

શામળાજી આર્ટસ કોલેજમાં અધ્યાપક તરીકે ફરજ બજાવતા અને વિદ્યાર્થીઓને મેક્રમ આર્ટ અંગે તાલીમ આપતા ડોક્ટર જાગૃતિ પટેલ જણાવે છે કે,વિદ્યાર્થીઓ ખૂબ જ સુંદર રીતે આ કળા શીખી રહ્યા છે. અને પોતાનો ખર્ચ અને પોતાની ભણવાની ફી ભરી શકે અને વિદ્યાર્થીઓ પોતે પગભર બને તેવી કોશિશ અમારા દ્વારા કરવામાં આવી રહી છે.

મેક્રમ આર્ટ ની કળા શીખીને આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓ સુંદર સુંદર ચીજ વસ્તુઓ બનાવી રહ્યા છે. ખૂબ જ ઉત્સાહપૂર્વક તેઓ આ કળાને શીખી રહ્યા છે. અંતરિયાળ વિસ્તારમાં આવી કળાથી આદિવાસી વિદ્યાર્થીઓ પ્રોત્સાહન પૂરું પાડી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here