નસવાડી તાલુકાના તણખલા ગામે કોરોના પોઝીટીવ આવતા ગામ લોકોમાં ફફડાટ

નસવાડી,(છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

તણખલા ની મહિલા નસવાડી કામ અર્થે આવતા એન્ટીજન ટેસ્ટ કરાવતા પોઝીટીવ

નસવાડી તાલુકાના તણખલા ગામે એક મહિલા કોરોના પોઝીટીવ આવતા ફફડાટ ફેલાયો છે જેમાં નસવાડીમાં કામ અર્થે આવેલ મહિલાએ મામલતદાર કચેરી માં એન્ટીજન ટેસ્ટ કરાવ્યો અને રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે જે નામે હેમલતાબેન પન્નાલાલ જયસવાલ અને એમને હાલ કોઈ તકલીફ નથી અને તબિયત સારી છે અને આરોગ્ય ખાતા ની ટીમ દોડતી થઈ છે અને આરોગ્ય ટીમે એમની સારવાર શરૂ કરી છે અને એમને હોમ કોરાંટાઇન કરવામાં આવ્યા છે અને પોલીસ આ બાબતે વધુ તકેદારી રાખી રહીછે જેમ કે માસ્ક સોસીયલ ડિસ્ટન્ટ વગેરે પરંતુ પ્રજા સમજવા માટે તૈયાર નથી તો હવે આગળ શું થશે એ મલિક જાણે હવે નસવાડી તાલુકામાં ત્રીજી લહેર ની શરૂઆત થઈ છે અને એને અટકાવવા માટે પ્રજાએ જાગૃત થવાની જરૂર છે અને લોકોએ પોતાની સ્વેચ્છાએ સરકારની ગાઈડ લાઈન નું પાલન કરવું જોઈએ અને સાવચેતીના પગલા પોતે લેવા જોઈએ આજે નસવાડી તાલુકા માં બીજો કેસ પોઝીટીવ આવતા લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે જો આવાને આવી પરિસ્તીથી રહી અને પ્રજા નહી સમજે તો પોતાની ભૂલ નો ભોગ પોતે બનશે એવુ દેખાય રહ્યું છે તો પ્રજાને કલમ કી સરકાર વતી અપીલ કરવામાં આવેછે કે પોતે પોતાની કાળજી રાખી પોતે સુરક્ષિત રહે બાકી ભૂલ નો ભોગ બનવા માટે તૈયારી રાખવા માટે પોતે જવાબદર રહેશે અને તણખલા ગામે પોઝીટીવ કેસ આવતા ગામમાં બીક જોવા મળી રહી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here