નસવાડી : જય આદિવાસી મહાસંઘ નસવાડી દ્રારા અલગ અલગ ૬ આવેદનપત્ર મામલતદારને અપાયા

નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

નસવાડી સેવાસદન ખાતે આદિવાસી સમાજ દ્રારા છ અલગ અલગ આવેદનપત્ર આપવામા આવ્યા છે જેમા ઉલ્લેખનીય છે કે આદિવાસીઓના જે પડતર પ્રશ્નો છે તેને લઈ આજે સેવાસદન ખાતે સૌવ આદિવાસી સમાજ મોટી સંખ્યા મા એકઠા થઈ આવેદનપત્ર આપ્યુ છે જેમા જંગલ જમીનના જે દાવા પેન્ડિંગ છે તેના માટે દરેક ખેડુતોને હક અને અધિકાર મળે. ત્યાર બાદ છોટાઉદેપુર જીલ્લામા શિક્ષકોની જયાં ઘટ છે તે પુરી કરવા માટે.આદિવાસી ના ભણતર માટે કુમાર અને કન્યા માટે રેહવા માટે છાત્રાલય ની વ્યવસ્થા મળે તેની માંગણી કરેલ છે.છોટાઉદેપુર જીલ્લામાં આંગણવાડી કેન્દ્રો કેટલીક જગ્યાએ નથી તો તે પણ સત્વરે વહેલી તકે ઉભા કરવા માંગ કરી છે.બીજુ જે આદિવાસી નેતા હાલના ડેડીયાપાડા ના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા ને રાજકીય પ્રવૃત્તિ એ ખોટી રીતે ફસાવવામા આવ્યા છે અને ખોટી એફ.આઈ.આર દાખલ કરી છે એટલે તેમના સમર્થનમાં આવેદનપત્ર આપ્યુ છે એ મામલતદાર થકી રાજ્યપાલશ્રી ને મોકલવામા આવશે જેથી અમે સૌવ આદિવાસીઓ દ્રારા જે આવેદનપત્રો આપ્યા છે એ જે તે લાગતા વડગતા અધિકારીઓને મંત્રીશ્રી ને રાજ્યપાલશ્રીને તેમજ રાષ્ટ્રપતિશ્રી ને સત્વરે મોકલી આપે તેવી મામલતદારશ્રી પાસે આશા રાખીએ છે અને જે પણ અમારા પ્રશ્નો છે જેના આવેદનપત્રો મામલતદારશ્રી ને આપવામા આવ્યા છે તેનુ વહેલી તકે નિરાકરણ આવે તેવી આશા જય આદિવાસી મહાસંઘ નસવાડી શાખા ના પ્રમુખ અરવિંદભાઈ વિઠ્ઠલભાઈ ભીલ એ દાખવી હતી.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here