કાલોલના સણસોલીની આર જે એસ વિદ્યામંદિર હાઈસ્કુલ ખાતે વિકસીત ભારત સંકલ્પ યાત્રાનુ ભવ્ય સ્વાગત

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

વિકસિત ભારતના સંકલ્પ સાથે વિશ્વ નેતા નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ગુજરાત ના મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ સરકાર તરફથી છેક છેવાડાના માનવી ના ઉત્થાન માટે જે કાયૅ કરી રહ્યા છે તેનાં ભાગરૂપે આયોજીત વિકસિત ભારત સંકલ્પ યાત્રા ના ભાગરૂપે કાલોલ તાલુકાના સણસોલી શ્રી આર જે એસ વિદ્યામંદિર ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા નુ આગમન થયું હતું ત્યારે ગ્રામજનો એ સંકલ્પ રથનો ઉમકાભેર સ્વાગત કર્યું ત્યારબાદ તાલુકા માંથી આવેલા મહેમાનો નું હાઈસ્કૂલ ની વિધાર્થીની ઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું‌ આ યાત્રા માં તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ગુણવંતસિહ ચોહાણ, તાલુકા પૂર્વ ઉપપ્રમુખ વિજયસિંહ રાઠોડ, APMC ચેરમેન ધમેન્દ્ર સિંહ, તાલુકા વિકાસ અધિકારી સંજયભાઈ ચોહાણ અને સણસોલી ગામ ના સરપંચ નિલેશભાઈ રાઠોડ, સણસોલી પંચાયત ના તલાટી કમ મંત્રી અનિલભાઈ ગોસ્વામી અને હાસ્કૂલના પ્રિન્સિપાલ અને સ્કૂલનો સ્ટાફ હાજર રહ્યો હતો ત્યારે તાલુકા ઉપ પ્રમુખે ગેરંટી વાળી સરકારની કલ્યાણકારી યોજના નો લાભ દરેક લાભાર્થીઓએ લેવો જોઈએ.ઉજ્વલા યોજના, આયુષ્યમાન કાર્ડ યોજના તથા પૂર્ણ શક્તિ યોજના સહિતની સરકારની વિવિધ યોજનાઓના સરકારની યોજનાઓ છેવાડાના માનવી સુધીના લાભાર્થીઓને લાભ મળી રહ્યો છે. અયોધ્યાના રામમંદિર વિશે પણ માહિતી આપી હતી આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા અલંગ અલંગ પ્રકાર ની વાનગીઓ નો સ્ટોલ બનાવવામાં આવ્યો હતો અને ખેડૂતોની દવા છાંટવાના ડ્રોનથી દવા છાંટવાની માહિતી આપવામાં આવી ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા આયુષ્માન કાર્ડ કાઢવાની કામગીરી પણ હાથ ધરી હતી આ પ્રસંગે સ્ટેજ પર ઉપસ્થિત રહેલા મહેમાનોના હસ્તે લાભાર્થીઓને યોજનાકીય લાભો વિતરણ કરવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here