નસવાડી ખાતે દશેરા નિમિતે શસ્ત્ર પુજન કરવામાં આવ્યુ

નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

આજ રોજ દશેરા નિમિતે તમામ લોકોએ શસ્ત્ર પૂજન કર્યું છે જેમાં કેટલાક લોકોએ ઘેર અને કેટલાક સમાજ ભેગો કરી શસ્ત્ર પૂજન કરાયુ જેમાં દરબાર સમાજ દ્વારા એક ભવ્ય રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું જે દરબાર સમાજના લોકો સાફો બાંધી ટ્રેડિશનલ ડ્રેસ પહેરી એક દમ સજ્જ થઈને રેલીમા જોડાયા હતા અને આ રેલી એસ બી સોલંકી વિદ્યામંદિર ખાતેથી નસવાડી જીન સુધી કાડવામાં આવી હતી અને ત્યાં દરબાર સમાજ ભેગો થઈ શસ્ત્ર પૂજા કરી હતી આજે દશેરા તહેવારની ધામધૂમ પુર્વક ઉજવણી કરવામાં આવી રહી છે દશેરો એટલે આશુરી શક્તિ પર દેવી શક્તિના વિજયનુ પર્વ આ દિવસે શસ્ત્ર પૂજન નુ ખાસ મહત્વ છે કહેવાય છે કે શસ્ત્ર પૂજન થી શત્રુઓ પર વિજયનું વરદાન મળેછે જેથી આજે ખાસ શસ્ત્રોની પૂજા કરવામાં આવેછે અને દરેક લોકોએ સમાજ ભેગો કરી અને કેટલાક લોકો પોતાના ઘરે શસ્ત્રોની પૂજા કરવામાં આવી હતી અને નસવાડી ખાતે હર્ષો ઉલ્લાસ સાથે દશેરાનો પર્વ શસ્ત્ર પૂજા કરી ઉજવણી કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here