અરવલ્લી : આદર્શ વેલ્ફેર એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ,-મોડાસા દ્વારા સગર્ભા મહિલાઓને પોષણ બાબતે માહિતી આપતા કાર્યક્રમનું આયોજન કરાયું…

મોડાસા, (અરવલ્લી) પરવેઝ ખાન ખોખર :-

ગત મંગળવારના રોજ શાહીકોટ વિસ્તાર,પ્રાથમિક શાળા નં.૭ માં સગર્ભા માતાઆેને સગર્ભાવસ્થા દરમિયાન પુરતો પોષણ તથા પુરતો આહાર મળી રહે અને સાથે સાથે તેઓ એક આદર્શ માતા બની શકે તેવા ઉમદા વિચાર સાથે  આદર્શ સંસ્થાની એક નવી યોજના  “આદર્શ માતૃત્વ યોજના ” – _સુપોષણ સાથે_ _સુવિચારનો આહાર_ નો પ્રથમ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે મોડાસાના પ્રખ્યાત ગાયનેક ડો.જલ્પાબેન ચાૈધરી હાજર રહ્યા હતા. અન્ય હાજર મહેમાનોમાં જમાતે ઇસ્લામી હિંદ મોડાસા મહિલા વિભાગના જીનતબાનું મલેક, બતુલ ઝહરા મલેક અને હબીબા શેઠે હાજરી આપી હતી.આદર્શ સંસ્થા વતીથી પ્રમુખ ડો.ઈફતેખાર મલેક,ટ્રસ્ટી સલીમભાઈ દાદુ અને ઈબ્રાહીમભાઈ પટીવાલા સાહેબ હાજર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here