નસવાડી એસ.બી.સોલંકી વિદ્યા મંદીર ખાતે તાલુકા કક્ષાનો કલા મહાકુંભ યોજાયો

નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

નસવાડી હાઇસ્કુલ મા આજરોજ તાલુકા કક્ષા કલા મહાકુંભ યોજાયો હતો જેમા નસવાડી તાલુકાની ૧૮ શાળાઓ હતી એમા ૨૧૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જે યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર અને જીલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી છોટાઉદેપુર દ્રારા આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જે નસવાડી તાલુકો આદિવાસી વિસ્તાર ધરાવતો તાલુકો છે અને એમા આદિવાસી સહીત તમામ વિદ્યાર્થીઓનુ ટેલેન્ટ બહાર આવે તે હેતુથી આવા કાર્યક્રમો યોજાય છે અને આ કલા મહાકુંભ મા નિબંધ સ્પર્ધા,વકૃત્વ સ્પર્ધા,એક પાત્રીય અભિનય,ચિત્રકલા,લોકગીત,ભજન, તબલા,હાર્મોનિયમ,સુગમ સંગીત, લગ્નગીત,લોકનૃત્ય,રાસ ગરબા,સમુહગીત ની કલાઓ વિદ્યાર્થીઓ દ્રારા પ્રદર્શિત કરવામાં આવી હતી જેને ઘણી સારી રીતે વિદ્યાર્થીઓએ નિભાવી હતી અને આ કાર્યક્રમમાં આવેલ ૧૮ શાળાઓના શિક્ષકો અને વિદ્યાર્થીઓ આ બાળકોની કળા જોઈ આનંદમય થયા હતા આ કાર્યક્રમમાં શાળાના શિક્ષકોએ સારી કામગીરીની ભુમિકા નિભાવી હતી અને તાલુકા કક્ષા કલા મહાકુંભ ના કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here