છોટાઉદેપુર : દેશી હાથ બનાવટની એક નાળી વાળી બારા બોરની બંદુક સાથે એક ઈસમને ઝડપી પાડતુ સ્પેશીયલ ઓપરેશન ગૃપ

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

સંદીપસિંહ સાહેબ, પોલીસ મહાનિરીક્ષક, વડોદરા વિભાગ, વડોદરા તથા આઇ.જી.શેખ સાહેબ પોલીસ અધિક્ષક, છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ જીલ્લામાં બનતા હથિયાર બંધીના ગુન્હા શોધી કાઢી પરીણામલક્ષી કામગીરી કરવા સુચના કરતા એસ.ઓ.જી. I/C પોલીસ સબ ઇન્સપેક્ટર, એમ.એસ.સુતરીઆ નાઓ તથા પોલીસ સ્ટાફ ઓફિસ ખાતે હાજર હતા તે દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે “રંગપુર પોસ્ટે તાબેના બોકડીયા ગામે પટેલ ફળીયામા રહેતા દલુભાઇ અમરીયાભાઇ ધાણુક નાઓ પોતાના કબજા ભોગવટાના રહેણાંક મકાનમાં એક દેશી હાથ બનાવટની બાર બોરની એક નાળ વાળી બંદુક લાયસન્સ પરવાના વગરની ગેર કાયદેસર પોતાના કબજા ભોગવટાના મકાનમાં રાખે છે.” જે બાતમી આધારે બાતમી વાળી જગ્યાયે રેઇડ કરતા દલુભાઇ અમરીયાભાઇ ધાણુક ઉ.વ.૫૬ ધંધો ખેતી રહે.બોકડીયા પટેલ ફળીયા, તા.જી. છોટાઉદેપુરનાઓએ પોતાના કબજા ભોગવટાના મકાનમાં ગેરકાયદેસર અને વગર પાસ પરવાનાની દેશી હાથ બનાવટની બાર બોરની એક નાળ વાળી બંદુકની કિમત રૂપીયા ૧૫,૦૦૦/- તથા શકિતમાન એક્સપ્રેસ મેડ ઇન ઇન્ડીયા બનાવટના ૭૦ એમ.એમ ના લાલ કલરનો જીવતો કાર્ટીઝ નંગ ૧ કિ.રૂ ૩૦૦/- મળી કુલ કિંમત રૂપીયા ૧૫,૩૦૦/- સાથે મળી આવતાં તેઓના વિરૂધ્ધ ધી આર્મ્સ એકટ કલમ ૨૫ (૧)(બી- એ) મુજબ ગુન્હો રજીસ્ટર કરાવી આગળની વધુ કાર્યવાહી માટે રંગપુર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે.
પકડાયેલ ઇસમ:- (૧) આરોપી દલુભાઇ અમરીયાભાઇ ધાણુક ઉ.વ.૫૬ ધંધો ખેતી રહે.બોકડીયા પટેલ ફળીયા, તા.જી. છોટાઉદેપુર
આ કામગીરીમા – SOG I/C પો.સ.ઇ.એમ.એસ.સુતરીઆ ASI ભાવસીંગભાઇ બનીયાભાઇ, HC છત્રસિંહ રૂપસિંહ, HC મિતેષભાઇ લક્ષમણભાઇ, HC મહેશભાઇ રજુભાઇ, HC પ્રવિણભાઇ તેરીયાભાઇ, વુ,પો.કો. હિરલબેન અમુભાઇ નાઓ જોડાયેલ હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here