નસવાડીમાં સુરક્ષાસેતુ અંતર્ગત જાસમીન ચેરીટેબલ ટ્રસ્ટ વતી સ્વરક્ષણની તાલીમ આપવામાં આવી

નસવાડી,(છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

નસવાડી એસ.બી.સોલંકી વિદ્યામંદિર ખાતે 385 વિદ્યાર્થીઓને પોલીસ કરાટે સેલ્ફ ડિફેન્સની તાલીમ આપી

નસવાડી તાલુકો આદિવાસી વિસ્તાર ધરાવતો તાલુકો છે જેમાં અંતરિયાળ ગામડાંઓમાંથી વિદ્યાર્થીનીઓ અભ્યાસ માટે આવતી હોયછે નસવાડીમાં કોલેજ કરવા આઈ ટી આઈ માં ભણવા માટે આવેછે જેમાં મોટા ભાગની વિદ્યાર્થીનીઓ સરકારી વાહનોના અભાવ ના કારણે ખાનગી વાહનો માં આવતી જતી હોય છે જેમાં ના કરે નારાયણ ને કોઈ ઘટના બને જેવીકે છેડતી સતામણી એવા કિસ્સા બનતા હોયછે એની સામે રક્ષણ મેળવવા માટે સ્વરક્ષણ ની તાલીમ આપવામાં આવી છે જેમાં નસવાડી એસ.બી.સોલંકી વિદ્યા મંદિર શાળા તેમજ આઈ.ટી.આઈ અને અન્ય જગ્યાઓ ઉપર ખાનગી વાહનોમાં અવર જવર કરતી વિદ્યાર્થીનીઓ ને ઘણીવાર છેડતીનો સામનો કરવો પડેછે સતામણીના કિસ્સા બને ત્યારે પોલીસની મદદ કેવી રીતે લેવી તેના માટે સુરક્ષા સેતુ અંતર્ગત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને શાળાની 385 જેટલી વિદ્યાર્થીનીઓ સેલ્ફડિફેન્સ ની તાલીમ પણ આપવામાં આવી હતી સાથે તેમના મનમાંથી પોલીસનો ડર નીકળે તેના લીધે પોલીસ સ્ટેશન ની મુલાકાત કરાવી જાણકારી આપવામાં આવી હતી અને સાથે સાથે રાઇફલ ચલાવવા માટેની તાલીમ આપવામાં આવી હતી તેમજ મહિલા પોલીસ કર્મચારી દ્વારા પોલીસ અભિગમ વિશે સમજણ આપવામાં આવી હતી આ રીતે નસવાડી શાળામાં વિદ્યાર્થીનીઓને સ્વરાક્ષણની તાલીમ આપવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here