નસવાડીમાં ચોરોના વધતા જતા ત્રાસને કારણે નસવાડી પી એસ આઈ સી ડી પટેલ દ્વારા સી સી ટી વી કેમેરા ક્યાં લગાવવા તેનું નિરીક્ષણ કરવામાં આવ્યું

નસવાડી,(છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

ગામમાં રોડ પરની હોટલો અને દુકાનોમાં સી સી ટી વી લગાવવા પી એસ આઈ એ ભલામણ કરી

નસવાડી ગામમાં અનેક વાર ચોરીના બનાવો બન્યા છે અને હમણાં થોડા સમય પહેલા જ એક સોની પરિવાર ના ઘરે મોટી ચોરી થઈ હતી અને હજુ પણ એ ચોરોને પકડવાની તપાસ ચાલુ છે અને બાઇક ચોરીના પણ બનાવો બનેલા છે અને એવા બનાવો ને રોકવા માટે આજે નસવાડી પી એસ આઈ સી ડી પટેલ નસવાડી નગરમાં નિરીક્ષણ માટે નીકળ્યા હતા અને અગાવ પણ પોલીસ દ્વારા કેમેરા લગાવવામાં આવ્યા હતા જેને પાંચ છ વર્ષ થઈ ગયા છે પણ ચોરીના બનાવ ના બને અને બને તો પણ કોણ છે એની જાણ થાય તે માટે નસવાડી પોલીસ સજાગ થઈ છે અને ચાર રસ્તા વિસ્તાર સ્ટેશન વિસ્તાર કવાંટ રોડ એમ લગ ભગ આખા ગામનું કવરેજ થાય અને કોઈ ઘટના ન બને તે માટે કેમેરા લગાવવાની કામગીરી શરૂ કરવાની છે અને જે દુકાનોમાં હોટલો માં કેમેરા લાગેલા છે તેમનો સહકાર મળે અને એમના એલ સી ડી માં પોલીસ પોતાનો કેમેરો ગોઠવી ને ફૂટેજ જોઈ શકે અને આસાની થી ચોર પકડાય અથવા કોઈ પણ બનાવ સી સી ટી વી ની અંદર કેદ થાય અને સારી કામગીરી અર્થે પોલીસ દ્વારા કેમેરા લગાવવાના પગલા લેવાનો નિર્ણય પોલીસ દ્વારા લેવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here