ગોધરા :;શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ખાતે યોજાયેલ યુવક મહોત્સવમાં પંચશીલ કોલેજ ગોધરાનું ગૌરવ…

ગોધરા, (પંચમહાલ) તુષાર ચૌહાણ :-

સર્વોદય એજ્યુકેશન અને ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત પંચશીલ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ગોધરા જેમણે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી દ્વારા આયોજિત સ્પંદન – 2022 યુવક મહોત્સવમાં કોલેજના સાંસ્કૃતિક વિભાગના પ્રોફે.પ્રતીક શ્રીમાળી , પ્રોફે. માનસીબેન ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ વિવિધ સ્પર્ધાઓમાં પોતાની ઉમેદવારી નોંધાવી હતી.જેમાં રંગોળી સ્પર્ધામાં નિશા સોલંકીએ પ્રથમ નંબરે વિજેતા થાય હતા. યુનિવર્સિટી દ્વારા આયોજીત આ યુવક મહોત્સવમાં રંગોળી સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મેળવવા બદલ સર્વોદય એજ્યુકેશન અને ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી ડો.જે.બી.પટેલ તેમજ કોલેજના આચાર્ય ડો.વિનોદ પટેલીઆ, સાંસ્કૃતિક વિભાગ તેમજ કોલેજ પરિવાર તેમને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા પાઠવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here