નર્મદા ડેમની જળસપાટી ચોમાસાની સીઝન દરમિયાન પ્રથમ વાર 138.27 મીટર ઉપર પહોંચી – ભયજનક સપાટીથી 138.68 મીટરથી એક વ્હેત છેટી

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

નર્મદા ડેમ ના 10 દરવાજા ખોલાયા ડેમ ખાતે 223308 કયુસેક પાણીની આવક સામે 1.45 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું

રાજ્ય ની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ ખાતે ઉપરવાસ માંથી પાણી ની ભારે આવક થતાં ડેમ ની જળસપાટી મા સતત વધારો નોંધાઈ રહ્યો છે,આજરોજ અવરે ચાલું ચોમાસા ની સીઝન દરમિયાન પ્રથમ વખત જ ડેમ ની જળસપાટી ભય જનક સપાટી ની લગોલગ પહોંચી છે.સવારે નવ વાગ્યે ડેમ ખાતે પાણી ની આવક વિપુલ માત્રા માં થતાં સપાટી 138.27 મીટર ઉપર પહોંચી હતી,જ્યારે કે ડેમ ની ભયજનક સપાટી 138.68 મીટર ની છે.

આજરોજ સવારે નવ વાગ્યે નર્મદા ડેમ ની જળસપાટી 138 27 મીટર ઉપર પહોંચી હતી,a samye સવારે નવ વાગ્યા સુધી ડેમ માથી 2 દરવાજા માત્ર 0.41 મીટર સુધી ખોલી 5000 કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું હતું, અને કેનાલ હેડ પાવર હાઉસ દ્વારા 17159 કયુસેક તેમજ વિજ ઉત્પન્ન કરતા અન્ય રિવર બેડ પાવર હાઉસ દ્વારા 42590 કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું હતું, એટલેકે સવારે નવ વાગ્યા સુધી ડેમ ખાતે થી 64749 કયુસેક પાણી છોડવામા આવી રહ્યું હતું.

ત્યારબાદ ડેમ ખાતે પાણી ની આવક વધતાં સવારે દશ વાગ્યે ડેમ સત્તાધીશો એ ડેમ ખાતે પાણી ની આવક 223307 કયુસેક થતા હાલ નર્મદા નદી મા ડેમ માંથી 1 લાખ 45000 ક્યુસેક પાણી છોડવામા આવી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે.ડેમ ના 10 દરવાજા 1.30 મીટર સુધી ખોલવામાં આવ્યા છે .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here