શહેરા : જૂની પાદરડી પ્રા.શાળા ખાતે 14 સપ્ટેમ્બર 2022 રાષ્ટ્રીય હિન્દી દિવસની ઉજવણી કરાઈ…

શહેરા, (પંચમહાલ) ઇમરાન પઠાણ :-

જૂની પાદરડી પ્રા.શાળા ખાતે શાળા પરિવારે સાથે મળીને રાષ્ટ્રીય હિન્દી દિવસની ઉજવણીમાં ઉત્સાહ પૂર્વક જોડાયા હતા. આચાર્ય જસવંતસિંહ બારીઆએ પ્રાસંગીક ઉદ્દબોધન તેમજ આશીર્વાદ પાઠવ્યા હતા.. ડૉ.કલ્પેશ આર.પરમારના જણાવ્યા પ્રમાણે સંવિધાન સભાએ હિન્દી ભાષાને 14 સપ્ટેમ્બર 1949 રોજ સર્વ સંમતિથી નિર્ણય કરીને અંગ્રેજી સાથે રાષ્ટ્રની સત્તાવાર ભાષા તરીકે હિન્દીને માન્યતા આપી હતી. ત્યારથી 14 સપ્ટેમ્બરને રાષ્ટ્રીય હિન્દી તરીકે ઉજવવામાં આવે છે. શાળામાં આજના દિવસે તમામ શિક્ષકો અને વિદ્યાર્થીઓ આખો દિવસ હિન્દી ભાષામાં વાર્તાલાપ કરશે. તેમજ વિદ્યાર્થીઓને હિન્દી લેખન કાર્ય, હિન્દી વાંચન અને શાળા કક્ષાએ પુસ્તક પ્રદર્શન કરી વિદ્યાર્થીઓને હિન્દી સર્જકોનો પરિચય કરાવવામાં આવ્યો હતો. વધુમાં ચિત્ર સ્પર્ધા યોજી વિદ્યાર્થીઓની પ્રતિભાને ઉજાગર કરવાનો સફળ પ્રયત્ન કરવામાં આવ્યો હતો. તેમજ વિશ્વ હિન્દી દિવસ 10 જાન્યુઆરી 1975 શરૂઆત થઈ તે પ્રથમ વખત 10 જાન્યુઆરી 2006 માં પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહનસિંહ દ્વારા કરવામાં આવી હતી. દેવનાગરી લિપિમાં લખાયેલી હિંદીને ભારતીય બંધારણની કલમ 343 હેઠળ સત્તાવાર ભાષાઓમાંની એક રાજભાષા રાષ્ટ્રીય ભાષા તરીકે ઘોષિત કરવામાં આવી છે. તમામ વિદ્યાર્થીઓ નિયમિત હિન્દી ભાષાનો વ્યહવારમાં ઉપયોગ કરી તેઓ આત્મ વિશ્વાસ કેળવે તે અપેક્ષા વ્યક્ત કરી હતી. હિન્દી રાષ્ટ્ર ભાષા દિવસની ઉજવણી અંતર્ગત વિદ્યાર્થીઓમાં ભાષાનું ગૌરવ, અસ્મિતા અને ગરીમા જાળવવા ગર્વ જોવા મળ્યો હતો. સમગ્ર સંચાલન વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here