વડોદરા : બંધબોડીના કન્ટેનરમાં પી.વી.સી મેટના માલની આડમાં લાવવામાં આવેલ મોંધી બ્રાન્ડનો વિદેશી દારૂના જથ્થા સાથે એક આરોપીને શોધી કાઢતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ

વડોદરા, સકીલ બલોચ :-

વડોદરા શહેરમાં પ્રોહિબીશનની પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા માટે પ્રોહિબીશનની રેઇડો કરી પ્રોહીબીશનના કેસો કરવાની પોલીસ કમિશ્નર ડો. શમશેર સિંઘ સાહેબ તથા અધિક પોલીસ કમિશ્નર મનોજ નિનામા સાહેબનાઓ તરફથી મળેલ સુચના આધારે, ક્રાઇમ બ્રાન્ચના DCP યુવરાજસિંહ જાડેજા સાહેબ તથા ACP એચ.એ.રાઠોડ સાહેબ નાઓએ ક્રાઇમ બ્રાન્ચના તમામ પોલીસ અધિકારીઓ/કર્મચારીઓને પ્રોહિબીશનના કેસો શોધી કાઢવાની કામગીરીમાં સતત કાર્યશીલ રહેલ.
ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એફ. ચૌધરીની ટીમના પો.સ.ઇ. એ.વી.લંગાળીયા તેમજ સ્ટાફના માણસો પ્રોહીબીશનની પ્રવૃત્તીઓ શોધી કાઢવાની કામગીરી અર્થે શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં નિકળેલ અને પેટ્રોલીંગ દરમ્યાન તેઓને બાતમીદારથી બાતમી મળેલ કે, “એક ઇસમ નામે કુલદિપ નાગદાનભાઇ ટાપરીયા રહે. વડોદરાનાએ પોતાના આર્થિક ફાયદા સારૂ રાજસ્થાન તરફથી વિદેશી દારૂનો જથ્થો વેચાણ કરવાના ઇરાદે મંગાવેલ છે. સદર ઇસમે આ મંગાવેલ વિદેશી દારૂનો જથ્થો એક બંધ બોડીના કન્ટેનર રજીસ્ટ્રેશન નંબર- MH-04-JU-7356ના કેબીન તેમજ જમીન પર પાથરવાની પ્લાસ્ટીકની મેટના માલની આડમાં લાવવામાં આવેલ હોય આ કન્ટેનર હાલમાં કપુરાઇ ચોકડી થી વાધોડીયા ચોકડી વચ્ચે હાઇવે રોડની સાઇડમા આવેલ સર્વિસ રોડ ઉપર ઉભેલ છે ” તેવી બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ તરત જ પહોંચી તપાસ કરતા સદર કન્ટેનરનો ચાલક નામે મીસીમ નવાબ ખાન રહે.મંડોર જી.ભરતપુર રાજસ્થાનનો મળી આવેલ, જેથી સદર કન્ટેનરમા ખાત્રી કરતા ડ્રાઇવર કેબીનની અંદર બનાવેલ પાર્ટેશનમાં તેમજ પી.વી.સી. મેટના માલની વચ્ચે રાખેલ મોંઘી અને ઉંચી બ્રાન્ડનો વિદેશની બનાવટનો તેમજ ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો કુલ્લે બોટલ નંગ-૨૫ર કિંમત રૂ. ૪,૧૧,૬૦૦/- નો મળી આવેલ. આ વિદેશી દારૂની બ્રાન્ડ જોતા જોનીવોકર બ્લેક લેબલ તથા રેડ લેબલ, સ્મીરનઓફ, ૧૦૦પાઇપર્સ, ડેવર્સ વ્હાઇટ લેબલ, સેવાસ રીગલ, બેલેન્ટાઇન અને બ્લેક એન્ડ વ્હાઇટ બ્રાન્ડની સ્કોચ વ્હીસ્કી તથા વોડકાની બોટલો મળી આવેલ. આ ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો વગર પાસ પરમીટે કન્ટેનરમાં રાખી હેરાફેરી કરતો મળી આવેલ હોય. આ વિદેશી દારૂનો જથ્થો, કન્ટેનર, પી.વી.સી મેટનો માલ, મો.ફોન-૦૨, રોકડા રૂ.૧,૦૦૦/- મળી કુલ્લે કિં.રૂ. ૨૩,૮૧,૬૬૯/-નો મુદ્દામાલ કબ્જે કરી આ વિદેશી દારૂ સાથે મળી આવેલ ચાલક તેમજ આ વિદેશી દારૂનો જથ્થો મોકલનાર વિક્કી અને મંગાવનાર કુલદિપ નાગદાન ટાપરીયા રહે.વડોદરાનાઓ સામે પ્રોહીબીશન એક્ટ અન્વયે કાયદેસરની કાર્યવાહી કરી વધુ કાર્યવાહી તથા તપાસ માટે પાણીગેટ પો.સ્ટે. સોંપેલ છે. ૪ આરોપીઓના નામ-સરનામા
(૧) મોસીમ નવાબ ખાન રહે.મંડોર જી.ભરતપુર રાજસ્થાન, (૨) વિક્કી નામનો ઇસમ જેના પુરા નામઠામની ખબર નથી. (૩) કુલદિપ નાગદાન ટાપરીયા રહે. વડોદરા ૮ કબજે કરવામાં આવેલ મુદ્દામાલ
ઉંચા-મોંધા બ્રાન્ડની વિદેશ-ભારતીય બનાવટની જોનીવોકર બ્લેક લેબલ, રેડ લેબલ, સ્મીરનઓફ, ૧૦૦પાઇપર્સ, ડેવર્સ વ્હાઇટ લેબલ સેવાસ રીગલ, બેલેન્ટાઇન, બ્લેક & વ્હાઇટ બ્રાન્ડની સ્કોચ વ્હીસ્કી ,વોડકાની બોટલો નંગ-૨૫૨ કિ.રૂ.૪,૧૧,૬૦૦/- કન્ટેનર, પી.વી.સી મેટનો માલ, મો.ોન-૦૨, રોકડા રૂ.૧,૦૦૦/- મળી કુલ કિં.રૂ. ૨૩,૮૧,૬૬૯/-
૪ સારી કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ
ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એફ.ચૌધરી, પોલીસ સબ ઇન્સપેકટર એ.વી,લંગાળીયા તેમજ ટીમના મહેંદ્રસિંહ, કુલદિપ, નિતીન, પંકજકુમાર, જૈનુલઆબેદિન, હરદિપસિંહ, ઇબ્રાહિમ.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here