નર્મદા જીલ્લા LCB પોલીસે ખોવાયેલા રૂપિયા 5.71 લાખની કિંમતના મોબાઈલ ફોન શોધી કાઢ્યા

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

ટેકનિકલ સર્વેલન્સ નાં આધારે મોબાઈલ ફોન ના પગેરું મેળવવા માં પોલીસ ને સફડતા – માલિકોને ફોન પરત કરાશે

નર્મદા જીલ્લા માં સમાવિષ્ટ પોલીસ મથકો માં મોબાઈલ ફોન ખોવાયા ની અનેક ફરીયાદો નોંધાઈ હતી જેથી વડોદરા રેન્જ ના આઇ. જી. એમ એસ ભરાડા સહિત નર્મદા જીલ્લા પોલસ વડા પ્રશાંત સુમ્બે a નર્મદા જીલ્લા પોલીસ ને મોબાઈલ ના માલિકો ને તેમનાં ફોન પરત મળે એ દિશા માં સર્વેલન્સ નાં આધારે કામગીરી કરવા ની સુચના આપી હતી.

પોતના અઘિકારીઓ ની સુચના ના પગલે જિલ્લા LCB na પોલીસ ઇન્સ્પેક્ટર એ. એમ. પટેલ નાઓ એ ટેકનિકલ સર્વેલન્સ તથા એલ સી બી તેમજ સાઇબર સેલ ના સાથે મળી તમામ સાથે સંકલન કેળવી જીલ્લા ના જે પોલીસ મથક મા મોબાઈલ ગુમ થયેલા ની ફરીયાદો આવેલ તેનો અભ્યાસ કરી ગુમ થયેલા ખોવાયેલા મોબાઈલ પૈકી રૂપિયા 571760 ની કિંમત ના 37 મોબાઈલ ફોન સોધી કાઢ્યા હતા.

પોલીસે શોધેલા આ મોબાઇલ ફોન તેમનાં માલિકો ને પરત આપવાની કામગીરી પણ શરૂ કરવામા આવી હોવાનુ જાણવા મળ્યુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here