કાલોલ ભાજપના ઉમેદવારનાં લોકસંપર્ક કાર્યક્ર્મમાં પાંખી હાજરીથી તર્ક વિતર્કો સર્જાયા… પ્રભાતસિંહનાં પત્ની રંગેશ્વરી હાજર

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

કાલોલ વિધાનસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર ફતેસિંહ ચૌહાણ નો લોક સંપર્ક કાર્યક્ર્મ શનીવારે સવારે ૧૦:૩૦ કલાકે કાલોલ નગરપાલીકા ખાતે રાખેલ પરંતુ કાર્યકરો ની પાંખી હાજરીથી નિયત સમય કરતા મોડો થયેલ કાર્યક્રમ મા શહેર, તાલુકા, જીલ્લા ના હોદેદારો મોરચાના પ્રમુખો, સંગઠન નાં પ્રમુખ મહામંત્રી , શક્તિકેન્દ્ર નાં સંયોજક/ પ્રભારી ને હાજર રહેવા જણાવાયું હતુ તેમ છતા સંગઠન નાં પ્રમુખ ની ગેરહાજરી આંખે ઉડી ને વળગે તેવી હતી તદુપરાંત વિવિધ મોરચાના અને શકિત કેન્દ્ર નાં હોદેદારો અને કાલોલ નાં કોર્પોરેટરો પણ આંગળીના વેઢે ગણાય તેવી સંખ્યામાં હાજર હતા. લોક સંપર્ક રેલી જેમ જેમ આગળ વધતી ગઈ તેમ તેમ કાર્યકરો ની સંખ્યા માં વધારો થતો ગયો. કાલોલ બેઠક નાં કોંગ્રેસ નાં દાવેદાર અને પીઢ નેતા પ્રભાતસિંહ નાં પત્ની ઘોઘંબા તાલુકા પંચાયત પ્રમુખ રંગેશ્વરી હાજર રહ્યા હતા ઢોલ નગારા સાથે કાલોલ નાં માર્ગો પરથી નીકળેલ આ લોક સંપર્ક રેલી સ્ટેશન રોડ સુઘી જઈ પરત આવી હતી.” જય જય શ્રી રામ” ,”ભારત માતા કી જય” નો નારો લગાવી ઠેર ઠેર ફતેસિંહ ચૌહાણ નું સ્વાગત કરવામાં આવ્યું હતું રેલી દરમ્યાન ફતેસિંહ ચૌહાણે કાલોલ ખાતે ભાજપ નો પાયો નાખનાર ડો ચંદ્રકાંત પંડ્યા નાં ઘરે પહોચી તેઓની મુલાકાત લઈ આશીર્વાદ મેળવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here