આજ રોજ બાસ્કા ગ્રામ પંચાયત ખાતે ખાસ ગ્રામસભા યોજવામાં આવી હતી

હાલોલ, (પંચમહાલ) ઈરફાન શેખ :-

પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના બાસકા ગ્રામપંચાયત ખાતે આજરોજ ગ્રામસભા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો, સરપંચ શ્રી, સભ્ય શ્રીઓ તથા માજી સરપંચો ઉપસ્થિત રહ્યા હતા, આ ગ્રામસભા નું મુખ્ય કારભારો બાસ્કા પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ શ્રીમતી મૃણાલીબેન શાહ તથા વર્તમાન સરપંચ શ્રી શ્રીમતી તનવીર જહાં બાનુએ સંભાળ્યું હતું.
જેમાં 15માં નાણાપંચ માંથી વિવિધ કામો ના ઠરાવ કરવામાં આવ્યા હતા જેમાં સિકોતર માતાના મંદિર થી મસ્જિદ ફડ્યું ચાર રસ્તા સુધી સીસી રોડ, મસ્જિદ ફળિયામાં સીસી રોડ, અથવા પેવર બ્લોક, કીર્તરભાઈ દરજી ના ઘરથી મહંમદ ભાઈ ઇમામ અલી ના ઘર સુધી ગટર લાઈન, શાકેરાબીબી મકસુદઅલીના ઘરથી ગુલામ ખ્વાજા ચાલી સુધી પેવર બ્લોક, તથા ગટર લાઈન, રામ રહીમ કોલોનીમાં સીસી રોડ, આબિદભાઈના ઘરથી સાબીરભાઈ ના ઘર સુધી પેવર બ્લોક, સ્મશાનમાં પેવર બ્લોક, જનતા કોલોની આર્યમાં કંપનીની દિવાલ થી ધર્માં કંપનીની દિવાલ સુધી સીસી રોડ અને ગટરલાઇન, બાસ્કા નવીનગરી આંગણવાડીમાં કમ્પાઉન્ડમાં કોટ અને નળકનેક્શન , જેવા વિવિધ કામોના ઠરાવ કરવામાં આવ્યા હતા. અને આ કામોની સર્વમતે બહાલી આપવામાં આવી હતી.
વધુમાં ગત વર્ષે વર્ષાઋતુમાં શેરી મોહલ્લા અને રોડ ઉપર પાણી ભરાઈ રહેલા હોવાથી બાસ્કા ગામમાં ડેન્ગ્યુના રોગે માઝા મૂકી હતી તેવી જ રીતે આ વર્ષે પણ ડેન્ગ્યુ જેવી જીવલેણ બીમારીની એન્ટ્રી થતા અટકે તે માટે વહેલી તકે બાસ્કા ગામમાં શેરીઓ તથા ગલીઓમાં જ્યાં જ્યાં પાણી ના ખાબોચિયા ભરાયેલ હોય તે જગ્યાએ જઈને સફાઈ કામદારો દ્વારા એન્ટી લારવા તથા જંતુનાશક તથા કીટનાશક દવાઓનો છંટકાવ કરવામાં આવે અને બીમારીઓનો ભરોડો દૂર થાય તેવી ગ્રામજનો દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here