નર્મદા જીલ્લા LCB પોલીસે એરપોર્ટ ઉપર સોનાની દાણચોરીની પેટર્ન અજમાવી શરીરે કવાટરિયા બાંધી લાવતા બુટલેગરને ઝડપી પાડયો

રાજપીપળા,(નર્મદા)
આશિક પઠાણ

રાજપીપળા પાસેના વણઝર ગામની કેનાલ પાસેથી રૂ.૧૯ હજારના મુદ્દામાલ સાથે આરોપી ને ઝડપી પાડતી એલ.સી.બી.નર્મદા

હિમકર સિંહ,પોલીસ અધિક્ષક નર્મદા એ જીલ્લામાંથી દારૂના દુષણ ને ડામવા તેમજ અસરકાર કામગીરી કરવા માટેની કડક સુચનાનાં પગલે એ.એમ.પટેલ,પો.ઇન્સ,એલ.સી.બી.ના સુપરવિઝન માં સી.એમ. ગામીત,પો.સ.ઇ. એલ.સી.બી.તથા એલ.સી. બી.સ્ટાફના પોલીસ માણસો કોમ્બીંગ નાઇટ રાઉન્ડમાં હતા દરમ્યાન રાજપીપળા પો.સ્ટે.વિસ્તારના વણઝર ગામની કેનાલ પાસે એક ટીવીએસ વિક્ટર મો.સા.નં. જી.જે.૧૨-૯૮૬૪ . નો ચાલક નિલમભાઇ નરપતભાઇ વસાવા રહે.વણઝર તા.નાંદોદ જી.નર્મદાનાને નાકાબંધી દરમ્યાન શંકાસ્પદ હાલતમાં પકડી પુછપરછ કરતા તેના શરીર ઉપર ઇગ્લીશ દારૂના કવાટરીયા નંગ -૪૮ કિ.રૂ. ૪૮૦૦ / – બાંધી મળી આવતા પકડાઇ જઇ તેના વિરૂધ્ધ માં કાયદેસર કાર્યવાહી કરી રાજપીપળા પો.સ્ટે.માં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

ખાસ કરીને આ યુક્તિ સ્મગલર એરપોર્ટ ઉપર સોનાની દાણચોરી કરવા માટે અજમાવતા જે કવાટરિયા લાવવામા જોવા મળતા નર્મદા LCB પોલીસ પણ અચંબામાં પડી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here