કાલોલ વહીવટી તંત્ર દ્વારા કોરોના ટેસ્ટિંગ કાર્ડ માટે દુકાનોમાં સર્વે હાથ ધરાયો…

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

કાલોલ શહેરમાં કોરોના વધી રહેલા કેસોના અંકુશમાં લાવવા વહીવટી તંત્ર દ્વારા ડોર ટુ ડોર આરોગ્ય ટીમોને મોકલવામાં આવે છે તથા કાલોલના મામલતદાર પી.એમ. જાદવ તથા નાયબ મામલતદાર મનોજ મિશ્રા અને ચીફ ઓફિસર એમ એ. સોલંકીની ટીમ દ્વારા સોમવારે બપોરના કાલોલ બસ સ્ટેન્ડ વિસ્તારમાં દરેક દુકાનોમાં જઈને કોવિડ ટેસ્ટિંગ કાર્ડની સમજણ આપી કાલોલ નગરમાં આવેલા ત્રણ કેન્દ્રો પૈકી નજીકમા આવેલા ટેસ્ટિંગ કેન્દ્રમાં જઈ ને કોરોનાનો ટેસ્ટ કરાવી લેવાની સૂચના આપી તેવા વેપારીઓની નોધણી કરી હતી અને કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ તેના રિપોર્ટની કોપી એટલે કે કોવિડ કાર્ડ દરેક વેપારીઓએ પોતાની ઓફિસ, દુકાન, સંસ્થામાં પાલિકા દ્વારા અપાયેલ નોંધણીના પ્રમાણપત્રની સાથે લગાવવાની સૂચનાઓ આપેલી હતી જે મુજબ કેટલાક વેપારીઓએ કોરોના ટેસ્ટ કરાવી નેગેટિવ આવ્યો હોવાનું પ્રમાણપત્ર કોવિડ કાર્ડ લગાવાયુ હોવાનું પણ જાણવા મળ્યું છે. આ બાબતે કલોલના મામલતદાર નો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે કાલોલ નગરમાં આવેલા તમામ વેપારીઓ, ફેરિયાઓ ,દુકાનદારો અને ધંધો રોજગાર કરનાર તમામ લોકોનો કોરોના ટેસ્ટ કરાવવાથી સાચી સ્થિતિનો ખ્યાલ આવે અને કોરોના સામે અસરકારક લડત આપવા માટે વહીવટીતંત્ર એ કરેલા પ્રયાસોમાં લોકો સહકાર આપે તે માટે દરેક દુકાનદારોને સમજણ કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here