છોટાઉદેપુર લોકસભાના સાંસદ ગીતાબેન રાઠવાએ કવાંટ ખાતે ભારત રત્ન બાબાસાહેબ આંબેડકરની ૧૩૧મી જન્મ જયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પિત કરી

છોટાઉદેપુર, આરીફ પઠાણ ( ઉચાપણ) :-

ભારતીય બંધારણ ના શિલ્પકાર મહાન સમાજ સુધારક અને ન્યાય શાસ્ત્રી ભારતરત્ન ડૉ ભીમરાવ આંબેડકર ની જન્મ જયંતી નિમિત્તે ઉજવણી કરવામાં આવી

ભારત રત્ન બાબાસાહેબ આંબેડકરની ૧૩૧મી જન્મ જયંતી નિમિત્તે છોટાઉદેપુર લોકસભાના સાંસદ ગીતાબેન રાઠવા અને ભાજપા પાર્ટી પ્રમુખ રશ્મિકાંત વસાવા અને પૂર્વ ધારાસભ્ય વેચાતભાઈ બારીયા જિલ્લા એસ સી મોરચાના પ્રમુખ અશોકભાઈ જિલ્લા એસ સી મોરચા મહામંત્રી વિજય ભાઈ તથા તાલુકા જિલ્લા ના સભ્યો ગ્રામજનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને બાબાસાહેબ આંબેડકર ની પ્રતિભા ને ફૂલોના હાર પહેરાવી 131 મી જન્મ જયંતી મનાવી હતી,..
ડૉ. બાબાસાહેબ આંબેડકરને માત્ર દલિતોના નેતા તરીકે મોટે ભાગે આપણા દેશની પ્રજા ઓળખે છે. વાસ્તવમાં તે ઉપરાંત પણ એમના વ્યક્તિત્વનાઅનેકવિધ પાસાં હતાં. ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં જ નહિ પરંતુ વૈજ્ઞાનિકદૃષ્ટિબિંદુથી સાચી ભારતીયતાનું ઊંડા અધ્યયન દ્વારા એમણે અનેક પુસ્તકોમાંદર્શન પૂરું પાડ્યું છે. કાયદાના પણ તે ઊંડા મર્મજ્ઞ હતા. જેણે સમાજના અનેકઅન્યાયો, અપમાનો વેઠીને જીવનમાં નિરાશ થઈને પીછેહઠ ક્યારેય કરી નથીપરંતુ એનાં મૂળ સુધી જવામાં મથામણ કરી છે એ જ પ્રજાનો સાચો નેતા થઈશકે. આમ તો આ દેશમાં અનેક એવી વિભૂતિઓ આંબેડકર પહેલાં થઈ ચૂકીછે જેઓને સમાજના ઉપેક્ષિત નીચલા વર્ગના લોકો પ્રત્યે અનુકંપા હોય. દલિતોપણ બીજા આ દેશના માણસો જેવા જ માણસો છે તે ગંદકી સાફ કરે, મરેલાંઢોરો ઉપાડીને એનું ચામડું તૈયાર કરે તેવી અપવિત્ર, અસ્પૃશ્ય કે અસંસ્કારીનથી થઈ જતાં, આવો સંદેશ લોકોમાં ફેલાવીને તે વિભૂતિઓએ સમાનતા પર આધારિત સમાજરચનાની હિમાયત કરેલી જ છે. પરંતુ ડૉ. આંબેડકરતે વિભૂતિઓથી જુદા એટલા માટે છે કે એમણે દેશની દલિત પ્રજાને જીવનનાતમામ ક્ષેત્રે અને તમામ તબક્કે ન્યાયી અને આદર્શ અર્થમાં યોગ્ય આદરસન્માન અને સ્થાન મળે, દેશના બીજાં નાગરિકો જેટલો જ સમાજનાં બધાંજ સ્તરે તેઓને દરજજો મળે તે માટે દલિત પ્રજાની પડખે ઊભા રહીને એને આંદોલનમાં ભાગ લેતી કરી. દેશની ઊગીને સામી થતી ભાવિ પેઢી આવા સક્ષમ નેતા વિશે જાણીને જીવનમાં સમાજ માટે કંઈક કરી બતાવવા પ્રેરણાલે, તે હેતુથી આ પુસ્તકમાં ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરના જીવનપરિચય સાથે એમના જીવનસંઘર્ષ અને વિચારોની સંક્ષિપ્ત રૂપરેખાઆપવાનો પ્રયાસ કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here