સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકવાની દિશામા કર્મચારીઓના કોરોના ટેસ્ટીંગ કરાસેની અટકળો…

રાજપીપળા,(નર્મદા)
આશિક પઠાણ

Ssnnl, svpret અને સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફથી 2602 કર્મચારીઓનાં covid19 (RTPCR) ટેસ્ટ કરાશે

કર્મચારીઓનાં સારા સ્વાસ્થ્યની કામના સાથે સટેચયુ ઓફ યુનિટી શરુ કરવાના ચક્રો ગતિમાન

હાલ સમગ્ર વિશ્વ covid19 મહામારીનો સામનો કરી રહ્યું છે. ત્યારે અસરકારક ટેસ્ટિંગ થકી કોરોનાને જરૂર નાથી શકાય છે જેથી કેવડિયા ખાતે ફરજ બજાવતા કર્મચારીઓનાં સ્વાસ્થ્યની ચિંતા કરીને પ્રત્યેક કર્મચારીનાં covid19(RTPCR) ટેસ્ટ કરવાનો નિર્ણય નર્મદા નિગમના વહીવટી સંચાલક અને ગુજરાત વનવિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી ડૉ. રાજીવ કુમાર ગુપ્તાનાં અમૂલ્ય માર્ગદર્શન હેઠળ લેવાયો છે.

તે મુજબ તા. 9/9/2020નાં રોજ સવારે 8 કલાકથી કેવડિયા કોલોનીમાં 10 અલગ અલગ કેન્દ્રો પર covid19 (RTPCR) ટેસ્ટ થશે.આ ટેસ્ટ ઝુંબેશમાં કેવડિયા ખાતે ફરજ બજાવતા સરદાર સરોવર નર્મદા નિગમ લી., સ્ટેચ્યુ ઓફ યુનિટી, વનવિભાગ કેવડિયા, ગુજરાત પ્રવાસન વિકાસ નિગમ લી., GSECL,જિલ્લા કલેકટર કચેરી, તેમજ L&T અને ટર્નરનાં તમામ કર્મચારીઓ તેમજ અધિકારીઓ તથા માધ્યમ કર્મીઓને પણ આવરી લેવાશે. આ માટે સૂક્ષ્મ આયોજન કરવામાં આવ્યું છે.

તે મુજબ પ્રત્યેક કેન્દ્ર પર સોશિયલ ડિસ્ટન્સ સહિતની કાળજી રાખવા જરૂરી માર્ગદર્શન અપાયું છે અને ટેસ્ટિંગ પ્રક્રિયામાં જરૂરી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.સમગ્ર આયોજન સફળતા પૂર્વક પાર પડે તે માટે વિવિધ 12 ટીમનું ગઠન કરી આખરી ઓપ અપાયો છે તેમજ ટેસ્ટિંગ માટે 50થી વધુ મેડિકલ ટીમને તૈનાત કરાઈ છે.

કોરોના ટેસ્ટીંગની આ પ્રક્રિયા ને સટેચયુ ઓફ યુનિટી હવે ટુંક સમયમાં જ પ્રવાસીઓ માટે ખુલ્લું મુકવાની દિશામાં આ કાર્યવાહી થતી હોવાનું ચર્ચાસ્પદ બનેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here