નર્મદા જીલ્લામા સૌથી વધુ તિલકવાડા તાલુકામાં-૭૦ મિ.મિ. અને સૌથી ઓછો સાગબારા તાલુકામાં-૦૬ મિ.મિ. વરસાદ નોંધાયો

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

મોસમના કુલ વરસાદમાં દેડીયાપાડા તાલુકો–૨૦૯ મિ.મિ. વરસાદ સાથે જિલ્લામાં મોખરે

નર્મદા જિલ્લામાં આજદિન સુઘી સરેરાશ કુલ–૧૨૭ મિ.મિ.વરસાદ નોંધાયો

નર્મદા જિલ્લામાં તા.૨૫ મી જૂન, ૨૦૨૧ ને શુક્રવાર ના રોજ પુરા થતાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન સૌથી વધુ તિલકવાડા તાલુકામાં-૭૦ મિ.મિ. અને સૌથી ઓછો સાગબારા તાલુકામાં-૦૬ મિ.મિ. વરસાદ નોંધાયો છે. આ સિવાય જિલ્લાના નાંદોદ તાલુકામાં-૨૬ મિ.મિ.,ગરૂડેશ્વર તાલુકામાં-૨૪ મિ.મિ. અને દેડીયાપાડા તાલુકામાં-૧૭ મિ.મિ.વરસાદ નોંધાયો છે. આમ, નર્મદા જિલ્લામાં આજદિન સુઘી સરેરાશ કુલ-૧૨૭ મિ.મિ.વરસાદ નોંધાયો હોવાના અહેવાલ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે.

જિલ્લામાં ચાલુ વર્ષના મોસમના કુલ વરસાદની આજદિન સુધીની પરિસ્થિતિ જોઇએ તો દેડીયાપાડા તાલુકો-૨૦૯ મિ.મિ. વરસાદ સાથે જિલ્લામાં મોખરાનાં સ્થાને રહ્યો છે. જ્યારે, તિલકવાડા તાલુકો-૧૫૭ મિ.મિ. નાંદોદ તાલુકો -૧૨૬ મિ.મિ. સાથે દ્વિતિય સ્થાને. સાથે તૃતિય સ્થાને, ગરૂડેશ્વર તાલુકો-૮૨ મિ.મિ.સાથે ચોથા ક્રમે અને સાગબારા તાલુકો-૫૯ મિ.મિ. વરસાદ સાથે પાંચમા સ્થાને રહેવા પામ્યો છે.

જિલ્લાના વિવિધ ડેમોની સપાટીની પરિસ્થિતિ જોઇએ તો નર્મદા ડેમ તેની ભયજનક સપાટી-૧૩૮.૬૮ મીટરની સામે-૧૧૫.૪૬ મીટર, કરજણ ડેમ તેની ભયજનક સપાટી-૧૧૬.૧૧ મીટરની સામે-૧૦૨.૧૧ મીટર, નાના કાકડીઆંબા ડેમ તેની ભયજનક સપાટી-૧૮૭.૭૮ મીટરની સામે-૧૭૯.૧૫ મીટર અને ચોપડવાવ ડેમ તેની ભયજનક સપાટી-૧૮૭.૪૧ મીટરની સામે-૧૭૯.૮૫ મીટરની સપાટી રહેવા પામી છે, જ્યારે નર્મદા નદીનું ગરૂડેશ્વર પાસેના ગેજ લેવલની ભયજનક સપાટી-૩૧.૦૯ મીટરની સામે ૧૫.૬૨ મીટર હોવાના અહેવાલ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here