કાલોલ : મલાવ ગામની ૧૭ વર્ષની સગીરાને દૂષ્કર્મનાં બદ ઇરાદે ભગાડી જનાર નરાધમ વિરુદ્ધ પોક્સો સહીતની કલમ હેઠળ ફરિયાદ

કાલોલ,(પંચમહાલ) ઇમરાન ખાન :-

કાલોલ તાલુકાના મલાવ ગામમાં રહેતા કિશોરીના ઘરે મહેમાન બની ને આવેલો સેવાલિયા ગામનો ૨૭ વર્ષીય. પરેશભાઈ પુનમ ભાઈ પરમાર ૧૭ વર્ષીય સગીર કિશોરીને વાલીપણા માંથી પટાવી ફોસલાવી તેમજ શારીરિક શોષણ દૂષ્કર્મનાં ઈરાદેથી ભગાડી જતાં પોલીસે પોક્સો સહીતની કલમ હેઠળ ફરિયાદ કરી.

કાલોલ પોલીસ મથકમા આવતા મલાવ ગ્રામ્ય વિસ્તારમાં એક વર્ષ અગાઉ ભાણા સાથે મિત્ર બનીને આવેલો. ફરી એકવાર મિત્રતા નો લાભ લઈ એકલવ્ય રીતે તારીખ ૨૦ જુને સાંજના સાતેક વાગ્યે મહેમાનબનીનેઆવી .ઘરવાળાઓ ઊંઘી ગયેલ રાત્રિના સમયે અંધકારનો લાભ લઇ સગીર કિશોરીને બદ ઇરાદાથી પટાવી ફોસલાવી ભગાડી જતા. સવારે ૬ વાગ્યાના સમયે નરાધમ મહેમાન જોવા ન મળતાં.સગીર વયની કિશોરી પણ ખાટલામાં ન જોવાતા.આજુબાજુ ગામમાં તેમજ સગા સંબંધીઓના તપાસ કરતા મણી ન આવતા. બધી જગ્યાએ તપાસ કરતાં પણ ન મળતા ૨૭ વર્ષીય પરેશભાઈ પુનમભાઇ પરમાર કાયદેસર વાલીપણા માંથી પટાવી ફોસલાવી તેમજ શારીરિક શોષણ દૂષ્કર્મનાં ઇરાદે ભગાડી જતા .કાલોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા. કાયદેસરની કાર્યવાહી કરી તપાસ હાથ ધરી છે.
કાલોલ તાલુકા જુદા જુદા વિસ્તારોમાં સગીર વયની કિશોરી ઓને લલચાવી ફોસલાવીને દૂષ્કર્મનાં ઇરાદે ભગાડી જવાનાં કિસ્સાઓમાં વધારો થઇ રહ્યો છે. જેમાં સરકાર દ્વારા પણ સગીરાઓનાં રક્ષણાર્થે પોસ્કો જેવી કલમોને દાખલ કરીને કાયદાને કડક બનાવવામાં આવ્યો છે. તેમ છતા સગીરાઓને ભગાડી જવાનાં કિસ્સાઓ તાલુકામા વધી રહ્યા છે. 8 જૂને કાલોલતાલુકાના અંતરિયાળ વિસ્તાર માંથી એક ૧૭ વર્ષીય સગીર કિશોરીને એક નરાધમ ભગાડી જતા કિશોરીના પિતા દ્વારા કલોલ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવામા આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here