ગોધરા કલેકટર કચેરી ખાતે MCMC અને મિડીયા મોનિટરિંગ સેન્ટર કરાયું કાર્યરત…

ગોધરા, (પંચમહાલ) ઈશહાક રાંટા :-

આદર્શ આચારસંહિતાનો ભંગ કરતી હોય તેવી બાબતો પર ૨૪×૭ કલાક ચાંપતી નજર રખાશે

MCMC દ્વારા પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મિડીયામાં રાખવામાં આવતી વોચની કામગીરી નિહાળી ખર્ચ ઓબ્ઝર્વરશ્રીએ સંતોષ વ્યક્ત કરી કામગીરીને બિરદા

વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અન્વયે ભારતના ચૂંટણી પંચ દ્વારા નિમાયેલ ખર્ચ ઓબ્ઝર્વરશ્રી અનુજ ગર્ગ (IRS) તથા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીમતી નેહા ગુપ્તાએ કલેકટર કચેરી ગોધરા ખાતે કાર્યરત MCMC (મિડીયા સર્ટીફિકેશન એન્ડ મોનીટરીંગ કમિટી) અને મિડીયા સેન્ટરની મુલાકાત લઇ આ કમીટી દ્વારા કામગીરીનું નિરીક્ષણ કર્યુ હતું. MCMC કમીટી દ્વારા પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મિડીયા તથા સોશ્યલ મિડીયામાં રાજકીય પાર્ટીઓ અને ઉમેદવારો દ્વારા આપવામાં આવતી જાહેરખબરો અને પેઇડ ન્યુઝ પર સતત વોચ રાખવામાં આવે છે. ખર્ચ ઓબ્ઝર્વરશ્રીએ આ કામગીરી નિહાળી સંતોષ વ્યક્ત કર્યો હતો.
ચૂંટણી મુક્ત, ન્યાયી અને શાંત માહોલમાં યોજાય તે માટે અને મતદારોને પ્રચાર માધ્યમો દ્વારા ભ્રામક જાહેરાત કરીને આકર્ષવામાં ન આવે તે માટે એમ.સી.એમ.સી સેન્ટરમાં ટેલિવિઝન ગોઠવવામાં આવ્યા છે. આ ટેલિવિઝનમાં સ્થાનિક અને રાજ્ય લેવલની ન્યુઝ ચેનલમાં પંચમહાલ જિલ્લાને લગતી ચૂંટણીલક્ષી બાબતો પર ખાસ મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે. આદર્શ આચારસંહિતાનો ભંગ કરતી હોય તેવી બાબતો પર ચાંપતી નજર રાખી નિષ્પક્ષ અને ન્યાયી ચૂંટણી થાય તે માટે કામગીરી એમ.સી.એમ.સી સેન્ટરમાં થઈ રહી છે.
એમ.સી.એમ.સી. સેન્ટરમાં ટેલિવિઝન ઉપરાંત ન્યુઝ પેપર્સ પર પણ સતત સમાચારો પર વોચ રાખવામાં આવી રહી છે. આજના આધુનિક સમયમાં સૌથી વધુ પ્રચાર- પ્રસાર સોશિયલ મિડીયા દ્વારા થતો હોય છે. જેથી સોશિયલ મિડીયા દ્વારા આચારસંહિતાનો ભંગ થતો હોય અથવા ચૂંટણી સમય દરમિયાન ગેરકાયદેસર પોસ્ટ મુકી પ્રચાર- પ્રસાર કરવામાં આવતો હોય તેનું મોનિટરીંગ પણ કરવામાં આવી રહ્યું છે.
મિડીયા સેન્ટર અને એમ.સી.એમ.સી. સેન્ટર ચૂંટણીની પૂરી પ્રક્રિયા દરમિયાન સતત કાર્યરત રહેશે. વિધાનસભા 2022ની ચૂંટણી લક્ષી વિગતો, મતદારોની યાદી, વિધાનસભા બેઠકો, નોડલ ઓફિસરશ્રીની વિગતો સહિત સામાન્ય ચૂંટણીને લગતી તમામ બાબતોનું પેનલ નિદર્શન કરવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here