નર્મદા જીલ્લાની 149 ડેડિયાપાડા વિધાનસભાના ભાજપા ઉમેદવાર તરીકે હિતેશ વસાવાના નામની જાહેરાત

ડેડિયાપાડા, (નર્મદા) આશિક પઠાણ :-

દોઢ- બે વર્ષ પહેલાં જ BTP સાથે ઘરોબો ધરાવનાર ઉમેદવાર ને પાર્ટીએ ટિકિટ ફાળવતા પક્ષના જુના જોગીઓમાં ભારે અસંતોષ

ડેડીયાપાડા બેઠક પર માજી વન મંત્રી મોતિસિંગ વસાવા, બબ્બે પુર્વ જીલ્લા પંચાયત પ્રમુખ શંકર વસાવા અને મનજી વસાવાના પત્તા કપાયા

ભારતિય જનતા પાર્ટી એ પોતાના 160 ઉમેદવારો ના નામની જાહેરાત કરી દીધી હતી જેમાં ડેડીયાપાડા વિધાનસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર નો કોકડું ગૂંચવાયું હતું તેથી આજરોજ નર્મદા જીલ્લા પંચાયત ના સદસ્ય હિતેશ વસાવા ઉર્ફે ભોલા દીવાલ શેઠ ના પુત્ર ને ભાજપા એ પોતાના સત્તાવાર ઉમેદવાર તરીકે જાહેર કર્યો છે.

ડેડીયાપાડા બેઠક પરથી માજી વન મંત્રી મોટિસિંગ વસાવા સહિત જીલ્લા પંચાયત ના બે પુર્વ પ્રમુખો શંકર વસાવા અને મનજી વસાવા સહિત ફુલસિંગ વસાવા ના ઓ એ પાર્ટી પાસે ટિકિટ માંગી હતી પરંતુ તેમના પત્તા કપાયા હતા અને નવાઝ ચેહરા ની ભાજપા મોવડી મંડળ દ્વારા પસંદગી કરવમાં આવી છે. જેથી જુના જોગીઓ માં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે,

અત્રે ઉલ્લેખનીય છેકે હિતેશ વસાવા ઉર્ફે ભોલો સહિત તેનાં પિતા અગાઉ બે વર્ષ પહેલાં BTP માં ધારાસભ્ય છોટુભાઇ વસાવા અને ધારાસભ્ય મહેશ વસાવા સાથે કામગિરી કરતા હતા અને ત્યારબાદ તેમની સાથે છેડો ફાડીને ભજપા માં જોડાયા,અને ભારતિય જનતા પાર્ટી એ જીલ્લા પંચાયત ની પણ ટિકિટ આપી હિતેશ વસાવા ઉર્ફે ભોલો ને વિજયી બનાવ્યો હતો, અને પાછી વિધાનસભા ની ટિકિટ ફાળવી આપતા જુના ભાજપા ના આગેવાનો કાર્યકરો રોષે ભરાયેલા જૉવા મળી રહયા છે,અને એ સ્વાભાવિક પણ છે. હવે જોવું રહ્યું કે ડેડીયાપાડા નું રાજકારણ હવે કાઈ દિશા માં જાય છે,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here