નર્મદા જીલ્લાના સાવલી ગામે સરકારી આવાસો વેચાતાં હોવાની જીલ્લા વિકાસ અધિકારીને લેખિત ફરિયાદ

રાજપીપળા,(નર્મદા)
આશિક પઠાણ

તિલકવાડા તાલુકાના સાવલી ખાતે ગામ નાજ લોકો દ્વારા પૈસાના જોરે 100 રુપિયાના સ્ટેમ્પ પેપર ઉપર લખાણ લખી સરકારી યોજનાની ઐસીતૈસી કરાયાનો કિસ્સો પ્રકાશમા આવ્યો

નર્મદા જીલ્લાના તિલકવાડા તાલુકાના સાવલી ગામ ખાતે સરકારી યોજનાના નિયમોની ઐસીતૈસી કરી ગરીબ લોકો પાસેથી સરકારી યોજનાના તેમને મળેલા આવાસ વેચાણથી ખરીદાતા હોવાનો ચોકાવનારી કિસ્સો પ્રકાશમા આવ્યો છે. ગામનાજ એક ઇસમે જીલ્લા વિકાસ અધિકારી સહિત પોલીસને પણ જાણ કરી હોવાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી અનુસાર તિલકવાડા તાલુકાના સાવલી ગામ ખાતે રહેતા આમ આદમી પાર્ટીના મહામંત્રી ભીલ સુમનભાઈ કંચનભાઇ એ જીલ્લા વિકાસ અધિકારી નર્મદાની કચેરીમા તા 8 મી સપ્ટેમ્બર ના રોજ લેખિતમાં ફરિયાદ આપતા જણાવ્યું છે કે સરકારની ગ્રાનટમાથી બનેલ ગરીબ પરિવાર માટેનો આવાસ ખરીદેલુ એ ગુનો છે, પરંતુ તિલકવાડા તાલુકાના સાવલી ગામ ખાતે પરમાર ગંગાબેન ડાહ્યાભાઈ પરમાર નામની એક મહિલા કે જે શિક્ષીકાની પણ નોકરી કરે છે તેણે રુપિયાના જોરે ગરીબ માણસનુ આવાસ ખરીદેલ છે અને ગંભીર અપરાધ કર્યો છે.

સરકારી આવાસ યોજનાના લાભાર્થી મોધીબેન પરસોતમ પરમારનુ મૃત્યુ થતાં તેના વારસદાર પુત્ર ઇશ્રવર પરસોતમ પરમાર પાસે રુપિયા 100 ના સટેમપ પેપર ઉપર લખાણ લખી સરકારી આવાસનુ વેંચાણ કરાર કર્યા છે .

આ પ્રક્રિયા કારાજકીય નિયમોને અભરાઈએ ચઢાવીને થઇ હોય તેમજ ગામના બીજા સરકારિ આવાસો વેચાતાં લેવામાં આવતા હોવાનું પણ બહાર આવી રહયું છે જેની જાણ ખરીદદારો વિરુદ્ધ તિલકવાડા પોલીસ મથકમાં પણ કરવામાં આવેલ છે.

સરકારી આવાસો ગેરકાયદેસર રીતે વેંચાણ થતા હોવાનું બહાર આવતાં બધાં ચોંકી ઉઠયા છે, આ મામલે જીલ્લા વિકાસ અધિકારી દ્વારા પોલીસ દ્વારા યોગ્ય તપાસ થાય તો જીલ્લામા બીજા સરકારી આવાસો પણ વેચાયા હોવાનું બહાર આવી શકે છે. તો શુ આ મામલે યોગ્ય તપાસ થશે ખરી ????

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here