કાલોલ નજીક ઈનોક્ષ કંપની પાસેથી ઈંગ્લીશ દારૂ સાથે મહિલાની અટકાયત બે સામે ગુનો દાખલ કરતી પોલીસ

કાલોલ(પંચમહાલ),
મુસ્તુફા મિર્ઝા

કાલોલ પોલીસ સ્ટાફને પેટ્રોલિંગ દરમિયાન રવિવારે ખાનગી બાતમીદાર તરફથી બાતમી મળેલ કે કાતોલ ગામ નજીક ઈનોક્ષ કંપની પાસે વિમલના થેલામાં ઈંગ્લીશ દારૂનો જથ્થો લઇને એક બહેન ઉભી છે. જે આધારે પોલીસે તપાસ કરતા બાતમી વાળા સ્થળે ઉભેલ મહિલા પાસેના વિમલ નાખેલામાં જોતા ૧૮૦ એમ એલના પ્લાસ્ટિકના વિદેશી દારૂના કવાટરીયા રોયલ બાર પ્રેસટીગ ગ્રીન વ્હીસ્કીના માર્કા વાળા જોવા મળેલા, મહિલા પાસે સદર દારૂનો પાસપમીટ માંગતા તેની પાસે આવો કોઈ પાસ પરમીટ નહીં હોવાનું જણાવેલ પોલીસે ગણતરી કરતા કુલ ૪૮ નંગ ગણી દરેકની કિંમત ૧૦૦ મુજબ રૂ. ૪,૮૦૦/- રૂપિયાનો મુદ્દામાલ કબજે કરેલ. પોલીસની પૂછપરછમાં આ મહિલાએ જણાવ્યું હતું કે કાલોલ તાલુકાના કાતોલ ગામના રમેશભાઈ ઉર્ફે રામો જીવતભાઈ ડોડીયા એ આ દારૂનો જથ્થો મંગાવ્યો છે. પોલીસે બંને સામે પ્રોહી એક્ટની કલમ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here