ભાવનગર : મોમાઇ ચોક પાસે ત્રિમુર્તી ફલેટ ૩૦૧ માંથી ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂનો જથ્થો ઝડપી પાડતી એલસીબી પોલીસ

ભાવનગર,
હિરેન ચૌહાણ(બાબરા)

ભાવનગર કાળીયાબીડ વિરાણી સર્કલથી ગોકુળધામ રોડ મોમાઇ ચોક પાસે ત્રિમુર્તી ફલેટ ૩૦૧ માંથી ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂનો જથ્થો બોટલ નંગ-૨૭ કિ.રૂ. ૨૬,૦૫૦/- નો મુદામાલ સાથે એક ઇસમને ઝડપી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર રેન્જ ભાવનગરના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સ્ટાફના માણસો ભાવનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા સારૂ સખ્ત પેટ્રોલીંગની ફરી દારૂ/જુગારની બદીનેસ નાબુદ કરવા તથા ઘરફોડ ચોરીઓ ડીટેકટ કરવા તેમજ ગુન્હામાં નાસ્તા ફરતા આરોપીઓ પકડી લેવા સુચના કરેલ જે સુચના આઘારે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ.સીટી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન મહિપાલસિંહ ગોહિલને બાતમી રાહે હકીકત મળેલ કે ભાવનગર કાળીયાબીડ વિરાણી સર્કલ થી ગોકુળધામ રોડ મોમાઇ ચોક પાસે ત્રિમુર્તી ફલેટ ૩૦૧ મા ભાડેથી રહેતો નૈમિષ ઉર્ફે રોકી મંગળભાઇ કારીયા પોતાના રહેણાક મકાનમાં ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે. જે હકિકત આઘારે રેઇડ કરતા રેઇડ દરમ્યાન મજકુર નૈમિષ ઉર્ફે રોકી મંગળભાઇ કારીયા ઘરે હાજર મળી આવતા તેના રહેણાક મકાન માંથી અલગ અલગ બ્રાન્ડની ઇગ્લીશ દારુની બોટલ નંગ-૨૭ કુલ રૂ. ૨૬,૦૫૦/- નો મુદામાલ સાથે મળી આવતા મજકુરને હસ્તગત કરી તેના વિરૂધ્ધ્માં નિલમબાગ પોલીસ સ્ટેશનમાં પ્રોહી કલમ-૬૫એઇ.૧૧૬(બી) મુજબનો ગુન્હો રજીસ્ટર કરાવી તપાસ થવા સારૂ નિલમબાગ પો.સ્ટે.તરફ સોપવા તજવીજ કરેલ છે.

આ કામગરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ. શ્રી.વી.વી.ઓડેદરા તથા પો.સબ.ઇન્સ. શ્રી. એન.જી.જાડેજા તથા સ્ટાફના હેડ કોન્સ.મહિપાલસિંહ ગોહિલ તથા હેડ કોન્સ.ઘનશ્યામભાઇ ગોહીલ તથા હેડ કોન્સ.જયરાજસીંહ જાડેજા તથા હેડ કોન્સ.મહેન્દ્રભાઇ ચૌહાણ તથા હેડ કોન્સ સાગરભાઇ જોગદીયા તથા હેડ કોન્સ વનરાજભાઇ ખુમાણ તથા પો.કોન્સ વિઠ્ઠલભાઇ બારૈયા તથા પો.કોન્સ રાજેન્દ્રસિંહ સરવૈયા તથા પો.કોન્સ શકિતસિંહ ગોહીલ તથા પો.કોન્સ જયદીપસિંહ ગોહીલ વિગેર સ્ટાફના માણસો જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here