સાગબારાની સોરાપાડા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની માર્ગી પટેલને અમિત ગીરી ગોસ્વામીએ હાર્દિક શુભકામનાઓ પાઠવી

સાગબારા, (નર્મદા) આશિક પઠાણ :-

GCERT પ્રેરિત અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન નર્મદા (રાજપીપલા) દ્વારા આયોજિત બાળવાર્તા સ્પર્ધામાં સાગબારાની સોરાપાડા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની માર્ગી ભાવેશભાઈ પટેલે સમગ્ર નર્મદા જિલ્લા કક્ષાએ બીજો નંબર પ્રાપ્ત કર્યો છે એ બદલ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સાગબારા નગર અધ્યક્ષ અમિત ગીરી ગોસ્વામી તરફથી હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે માર્ગી પટેલે ગત મહિને તાલુકા કક્ષાએ યોજાયેલ બાળવાર્તા સ્પર્ધામાં સાગબારા તાલુકા કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here