નર્મદા જીલ્લાના સાગબારા ખાતેની 108 એમ્બ્યુલન્સમાથી ત્રણ મોબાઇલની ચોરી કરનારાને LCB પોલીસે ઝડપી પાડયો

સાગબારા,(નર્મદા)
આશિક પઠાણ

ટ્રકના કલિનરે 108 માથી બે સરકારી સહિત ત્રણ મોબાઇલ રાત્રિના ફરજ પર તેનાત સ્ટાફ આરામ કરતા તકનો લાભ લઈ ચોર્યા હતા

પોલીસે મોબાઈલને ટ્રેસ કરતાં અમરેલીનો ટ્રક કલિનરને ઝડપી પાડયો

નર્મદા જીલ્લાના સાગબારા ખાતેની 108 એમ્બ્યુલન્સ માથી ત્રણ મોબાઇલોની ચોરી કરનારા ઇસમને નર્મદા જીલ્લા LCB પોલીસે ઝડપી પાડયો હતો અને ચોરીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે .

બનાવની વિગત અનુસાર સાગબારા ખાતે મેઇન રોડ ઉપર ઇમરજન્સીની સેવા બજાવી રહેલ 108 એમ્બ્યુલન્સ ના સ્ટાફ પોતાની ગાડી સાઈડે ઊભી રાખીને ઓગષ્ટ મહિનામા આરામ કરી રહ્યા હતા, ત્યારે ટ્રકને પંકચર પડેલા હોય તેનો કલિનર હુસેન મીરભાઇ ગાહા ( સંધી ) રહે. ડુંગર, તા, રાજુલા, જી. અમરેલી નાઓનોએ પંક્ચર બનાવવા રાત્રિના સમયે દુકાન શોધતા તેને 108 એમ્બ્યુલન્સ નો સ્ટાફ આરામ કરતા જણાતાં તેણે તકનો લાભ લઇને એમ્બ્યુલન્સ માથી ત્રણ મોબાઇલ ફોનની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. જેમાં બે સરકારી અને એક ખાનગી મોબાઈલનો સમાવેશ થાય છે. પોતાના સરકારી સહિત અન્ય મોબાઈલની ચોરી થયાંની પોલીસ ફરિયાદ સાગબારા પોલીસ મથકમાં 108 ના કરમચારીઓએ નોંધાવી હતી.

આ ફરિયાદનો ભેદ ઉકેલવાની દિશામા નર્મદા LCB પી.આઇ. એ. એમ. પટેલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર સી. એમ. ગામિત તથા સ્ટાફના જવાનોએ આ ચોરીનો ભેદ ઉકેલવાની દિશામા તપાસ ટેકનિકલ સર્વેલન્સના આધારે આદરતા મોબાઈલનો લોકેશન ભાવનગર તરફ મળી આવ્યો હતો. જેેથી તપાસ આદરતા 108 માથી મોબાઇલો ની ચોરી ટ્રકના કલિનરે કરી હોવાનું પોલીસને તપાસમા જાણવા મળ્યું હતુ. આ ચોરી કરનાર આરોપી ટ્રક સાથે મહારાષ્ટ્ર તરફ ગયો હોવાનું માલુમ પડતા અને અકકલકુવા તરફથી ગુજરાત પરત ફરતો હોવાનું જાણવા મળતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર સી. એમ. ગામિત સહિતના જવાનોએ આ આરોપીને ઝડપવા સાગબારા ખાતે વોચ ગોઠવી હતી, પોલીસની વોચ દરમ્યાન આરોપી ટ્રક સાથે આવતા તેને ઝડપી પાડયો હતો અને તેની પાસેથી ચોરાયેલા મુદ્દામાલ જપ્ત કર્યા હતા. અને આરોપીને ચોરીના ગુનામાં જેલના સળીયા પાછળ ધકેલયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here