નર્મદા જીલ્લાના દેડિયાપાડા ખાતે આંકડા લખતો એક લબરમુછીયો નર્મદા LCB પોલીસે ઝડપ્યો-એક આરોપી ફરાર

ડેડીયાપાડા,(નર્મદા)
આશિક પઠાણ

પોલીસે ઝડપેલા આંકડીયા પાસે થી રૂ .૧૫,૫૬૦ / – ના મુદ્દામાલ જપ્ત-કોના ઇશારે આંકડા લખતો હતો તપાસનો વિષય

પોલીસ મહાનિરીક્ષક હરિકૃષ્ણ પટેલ વડોદરા વિભાગ તથા પોલીસ અધિક્ષક નર્મદા હિમકરસિહએ જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિને ડામી દેવા તેમજ પ્રોહીબીશન તથા જુગાર ની પ્રવૃતિને નાબુદ કરવાની કડક સુચના અને માર્ગદશન આપતા એ. એમ.પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર એલ. સી.બી.ના સુપરવિઝન હેઠળ સી.એમ. ગામીત, પો.સ.ઇ. એલ.સી.બી.તથા એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો ડેડીયાપાડા પો.સ્ટે.વિસ્તારમાં પેટ્રોલીંગ માં હતા તે દરમ્યાન બાતમી મળેલ કે ડેડીયાપાડા ખાતેના વૈકુંઠ ફળીયામાં કેટલાંક લોકો આંક ફરકના આંકડા લખાવી રહેલ હોય જે બાતમીવાળી જગ્યા ઉપર જુગાર અંગેની રેઇડ કરી હતી.

પોલીસ ની રેડ દરમ્યાન આંકડા લખતા ચેતનકુમાર હસમુખભાઇ વસાવા રહે. વૈકુંઠ ફળીયા ડેડીયાપાડા નાને ઝડપી પાડયો હતો અને રેડ પડતા મિતેશ  ગંભીરભાઇ વસાવા રહે.વૈકુંઠ ફળીયા ડેડીયાપાડા  પોલીસને જોઈ ને ફરાર થઈ ગયો હતો.પોલીસે પકડાયેલ ચેતન પાસેથી જુગારના સાહિત્ય તથા અંગઝડતીના રોકડ રૂ.૧૦,૫૬૦ / – તથા મોબાઇલ નંગ -૧ કિ.રૂ. ૫૦૦૦ / મળી કુલ્લે કિ.રૂ.૧૫,૫૬૦ / -ના મુદ્દામાલ સાથે તેની અટકાયત કરી હતી અને તેના વિરૂધ્ધમાં ડેડીયાપાડા પો.સ્ટે.માં જુગારધારા ક .૧૨ અ મુજબ ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે .લબરમુછીયો કોના માટે આંકડા નો વેપલો કરતા ઝડપાયો મુખ્ય સુત્રધાર કોણ ?? એ તપાસ નો વિષય બનેલ છે. શુ પોલીસ તપાસ હાથ ધરી મુખ્ય સુત્રધાર સુધી પહોચસે ખરી ???

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here