નર્મદા જીલ્લાના દેડિયાપાડા ખાતે ધો.11 માં અભ્યાસ કરતી બાળા ઉપર સામુહિક બળાત્કાર

દેડિયાપાડા,(નર્મદા) આશિક પઠાણ :-

ડેડીયાપાડા પોલીસે 6 બળાત્કારી યુવાનોની અટકાયત કરતાં સમગ્ર પંથક માં ભારે ચકચાર

નર્મદા જીલ્લા ના દેડિયાપાડા ખાતે ધો.11 માં અભ્યાસ કરતી સગીર વયની બાળા ઉપર 6 યુવાનો એ સામુહિક બળાત્કાર કરતાં સમગ્ર પંથક માં ભારે ચકચાર મચી જવા પામી હતી, પોલીસ મથક માં થયેલ ફરિયાદ ના પગલે જીલ્લા પોલીસ વડા હિમકરસિંહ ની સૂચના નાયાબ પોલીસ વડા રાજેશ પરમાર ના માગૅદશૅન હેઠલ નર્મદા જીલ્લા એલ. સી.બી. ના પી. આઇ. એ. એમ. પટેલ, સર્કલ ઇન્સ્પેક્ટર પી.પી. ચોધરી સહિત ડેડીયાપાડા ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી. આર. પટેલ ના ઓ એ વિવિધ ટીમો બનાવી બળાત્કારી યુવાનોની ગણતરી ના કલાકોમાં જ અટક કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

બનાવ ની વાત કરી એ તો તા 31 મી ના રોજ સગીર વય ની બાળા ડેડીયાપાડા ખાતે ની હાઇસ્કૂલ માં ધો.11 મા અભ્યાસ કરતી હોય ને શાળામાં આવી હતી, જેને અંકિત સતીશ વસાવા એ જણાવેલ કે તારા ઓળખીતા કાર્તિક ભાઇ તને મળવા માટે શાળા ની પાછળ આવેલા પી. ડબલ્યુ ડી. ના ક્વાર્ટર પાસે બોલાવે છે જે જાણી યુવાને યુવતી ને પટાવી ફોસલાવી અને અવાવરૂ પડી રહેતા સરકારી ક્વાર્ટર તરફ લઈ જતા પછી યુવતી ને ક્વાર્ટર ના ઍક રૂમ માં ગોંધી રાખી આરોપી યુવાનો ૧) અંકિત શતીસ વસાવા રહે. થાણા ફડિયું ડેડીયાપાડા,2) આકાશ અશોક વસાવા ,3) રવિ ઉર્ફે બુશી અતુલ માછી, 4) રાહુલ છગન વસાવા ત્રણેય રહે. પારસી ટેકરા ડેડીયાપાડા 5) રાહુલ ઉર્ફે નાનું જયેશ સોલંકી રહે. નવીનગરી ડેડીયાપાડા અને 6) કાર્તિક વસાવા રહે. ડેડીયાપાડા ઓ એ યુવતી પર વારાફરતી શારીરિક સંભોગ કરી તેણીની મરજી વિરુદ્ધ બળાત્કાર કર્યો હતો.

સગીર વય ની બાળા ને કલાકો સુધી સરકારી ક્વાર્ટર માં ગોંધી બળાત્કાર કર્યાં બાદ તેણીને ખેતર માં પણ લયિ જયી ત્યાં પણ બળાત્કાર કરતાં,અને આખી રાત યુવતી ને ગોંધી રાખી હતી, જેને સવારે છોડતા યુવતી પોતાની માશી ના ઘરે ગયી હતી, પોતના ઘરે યુવતી પરત ન ફરતાં પરીવાર જનો એ શોધખોળ કરી હતી, જેમાં યુવતી એ પરિજનો ને સમગ્ર ઘટના થી વાકેફ કર્યા હતા, જેથી ડેડીયાપાડા પોલીસ મથક માં આરીપી ઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

પોલિસે ફરિયાદ ના આધારે આરોપીઓ ને ઝડપી પાડયા હતા અને તેમની સામે બળાત્કાર સહિત પોકશો એક્ટ હેઠળ ની ફરિયાદ દાખલ કરી હોવાનું જાણવા મળ્યું છે, આ મામલે પોલીસ સગીર બાળા સહિત આરોપીઓ ના મેડિકલ ટેસ્ટ સહિત ની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here