શહેરા તાલુકાના શેખપુર ગામે આવેલા મુવાડી ફળિયામાં શેરી રસ્તો બનાવવા જેવી સામાન્ય બોલચાલ બાદ સામસામે પથ્થરમારો થતા ૪૪ લોકો સામે પોલીસ મથકે રાયોટિંગ નો ગુન્હો નોંધાયો

શહેરા,(પંચમહાલ) ઇમરાન પઠાણ :-

૧૭ ની બનાવસ્થળેથી ધરપકડ કરતી પોલીસ ૨૭ જેટલા સ્ત્રી પુરુષ ઉપદ્રવીઓ ભાગી છૂટ્યા એક સ્ત્રી ગંભીર રીતે ઘાયલ થતા સારવાર હેઠળ

બનાવની પોલીસ પ્રાપ્ત વિગતો અનુસાર બુધવારના રોજ ઊંડારા આઉટ પોસ્ટના હે.કો. રાજેન્દ્રસિંહ ઝાલા પોતાના વિસ્તારમાં કામગીરીમાં હતા તે અરસામાં શહેરા પોલીસ મથકના પી.એસ.ઓ એ તેઓને જણાવ્યું હતું કે શેખપુર ગામે આવેલા મુવાડી ફળિયામાં કેટલાક લોકો સામસામી લાકડીઓ લોખંડની પાઈપો તેમજ પથ્થરો થી લડી રહયા છે.જેમાં સૌપ્રથમ ૩૦ થી ૪૦ ના સ્ત્રી પુરુષના ટોળાને હે.કો. રાજેન્દ્રસિંહે વચ્ચે પડી છુટા પાડવા માટે ના પ્રયત્નો કરતા તેઓને પણ ખેંચી બહાર કાઢવામાં આવ્યા હતા.આથી મામલો વધુ પેચીદો બનતા વધારાની પોલીસ કૂમુકની જરૂરિયાત ઉભી થતા તેઓએ આ બાબતની જાણ શહેરા પી.આઈ નિતીન ચૌધરીને કરતા તેઓએ પો.સ.ઈ ડી.એમ.મછાર તેમજ અન્ય સ્ત્રી પુરુષ પોલીસ કર્મીઓને બનાવસ્થળે પહોંચવાનો આદેશ કર્યો હતો પોલીસ કૂમુક ત્યાં પહોંચતા ત્યાં તો ટોળા વચ્ચે પથ્થરમારો ચાલુ હતો અને હાથમાં લાકડી અને લોખંડની પાઈપો સાથે મારી નાખોની બૂમો પાડી રહ્યા હતા પોલીસે સતર્કતા બતાવતા આખા વિસ્તારને કોર્ડન કરી લેતા ત્યાં નાસભાગ મચી જવા પામી હતી અને બનાવસ્થળેથી ૧૭ જેટલા ઉપદ્રવીઓની ધરપકડ કરી શહેરા પોલીસ મથકે લઈ આવ્યા હતા જ્યારે પથ્થરમારા દરમિયાન એક મહિલા ઘાયલ થતા ૧૦૮ દ્વારા તેને શહેરા સરકારી દવાખાને લાવી સારવાર આપવામાં આવી હતી જ્યારે બીજા ૨૭ સ્ત્રી પુરુષ ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા જેમાંથી ગોપાળસિંહ ચંદ્રસિંહ રાઠોડ અને દિલીપસિંહ ઉદેસિંહ રાઠોડ ને પોલીસે ઓળખી બતાવ્યા હતા.અત્રે નોંધનીય છે કે ટંટા ફિસાદનું મુખ્ય કારણ જોધપુર ગામ તરફના ડામર માર્ગથી નાગણેશ્વરી મંદિરની સામેની બાજુનો કાચો માર્ગ ( શેરી રસ્તા ) ના ખોદકામ બાબતે ઉભો થયો હતો.શહેરા પોલીસે હે.કો. રાજેન્દ્રસિંહ ઝાલાની ફરિયાદના આધારે તમામ ૪૪ ઉપદ્રવીઓ વિરુદ્ધ રાયોટિંગ નો ગુન્હો નોંધ્યો છે તો પકડાયેલા ૧૭ સ્ત્રી પુરુષોને હસ્તગત કરી કોવિડ-૧૯ ના રિપોર્ટ કરાવવા તજવીજ કરી તમામ આરોપીઓને નજરકેદ માં રાખવામાં આવ્યા છે તો ભાગી છૂટેલા સ્ત્રી પુરુષ આરોપીઓને પકડવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
ધરપકડ કરાયેલા આરોપીઓની યાદી.
(૧) રણવતસિંહ ઉદેસિંહ રાઠોડ
(૨) હિમ્મતસિંહ ફતેસિંહ રાઠોડ
(૩) અંદરસિંહ લક્ષ્મણસિંહ રાઠોડ
(૪) સુરપાલસિંહ ચંદરસિંહ રાઠોડ
(૫) મંગુબેન અંદરસિંહ રાઠોડ
(૬) અમરતબેન ઉર્ફે શુસિલાબેન ચંદરસિંહ રાઠોડ
(૭) નયનાબેન કરણસિંહ
(૮) અભેસિંહ જુવાનસિંહ રાઠોડ
(૯) દોલતસિંહ અભેસિંહ રાઠોડ
(૧૦) મહેન્દ્રસિંહ વાલમસિંહ રાઠોડ
(૧૧) વાલમસિંહ રામસિંહ રાઠોડ
(૧૨) ભોપતસિંહ બાધરસિંહ રાઠોડ
(૧૩) કપિલાબેન વિજયસિંહ રાઠોડ
(૧૪) લલીતાબેન વાલમસિંહ રાઠોડ
(૧૫) અમરતબેન બાધરસિંહ રાઠોડ
(૧૬) મધુબેન દોલતસિંહ રાઠોડ
(૧૭) અંદરસિંહ જુવાનસિંહ રાઠોડ તમામ રહે શેખપુર મુવાડી ફળિયું.તાલુકો શહેરા.
સારવાર હેઠળ
(૧) કપિલાબેન અંદરસિંહ રાઠોડ
રહે શેખપુર
નાસી જનાર આરોપીઓ પૈકીના
(૧) ગોપાળસિંહ ચંદ્રસિંહ રાઠોડ
(૨) દિલીપસિંહ ઉદેસિંહ રાઠોડ
તથા બીજા ૨૦ થી ૨૫ સ્ત્રી પુરુષો તમામ રહે શેખપુર.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here