નર્મદા જિલ્લામાં તા.૩ જી એ કુલ-૧૨૯ જેટલા વિવિધ સેન્ટરો ખાતે કોવિડ વેક્સીનેશન મેગા ડ્રાઇવ અભિયાન અંતર્ગત કુલ-૩,૩૬૫ લોકોએ કોરોના વેક્સીનનો લીધો લાભ

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

આજની સ્થિતિએ જિલ્લામાં ૧૮ થી વધુની વય ધરાવતા લોકોને કોવિડ વેક્સીનેશનના બીજા ડોઝમાં ૯૮.૭૯ ટકા અને પ્રિકોશન ડોઝમાં ૬૧.૧ ટકા વેક્સીનેશનની કામગીરી પૂર્ણ

નર્મદા કલેકટર ડી.એ.શાહ અને જિલ્લા વિકાસ અધિકારી પી.ડી.પલસાણાની રાહબરી હેઠળ જિલ્લા આરોગયતંત્ર ધ્વારા પ્રવર્તમાન પરીસ્થિતિને અનુલક્ષીને રાજ્યવ્યાપી હાથ ધરાયેલા કોવિડ વેક્સીનેશન મેગા ડ્રાઇવ અભિયાન અંતર્ગત આજે રાજપીપલા અર્બન હેલ્થ સેન્ટર, જીતનગર હેડક્વાટર સહિત જિલ્લા-તાલુકા કક્ષાએ કુલ-૧૨૯ જેટલા વિવિધ સેન્ટરો ખાતે ૧૫ થી ૧૭ વર્ષના કિશોરો, ફ્રન્ટ લાઈન વર્કર્સ, હેલ્થ વર્કર્સ તથા ૬૦ વર્ષથી વધુની વય ધરાવતા અને અન્ય બિમારી ધરાવતા વયસ્કોને કોરોના વેક્સિનનો પ્રિકોશન ડોઝ આપવાની કામગીરી હાલ પુર જોશમાં ચાલી રહી છે. ત્યારે આજે તા.૩ જી ફેબ્રુઆરી,૨૦૨૨ ને ગુરૂવારના રોજ બપોરે ૦૧:૩૦ કલાક દરમિયાન કુલ-૩,૩૬૫ જેટલા વ્યક્તિઓએ કોરોના વેક્સીનની રસીનો લાભ લીધો હતો.
રાજપીપલાની નવદૂર્ગા હાઇસ્કૂલમાં ધો.૧૨ માં અભ્યાસ કરતા વિદ્યાર્થી તુષારભાઇ જંયતિભાઇ વસાવાએ નવદૂર્ગા હાઇસ્કૂલ ખાતે કોરોના વેક્સીનની રસીનો બીજો ડોઝ લીધાબાદ જણાવ્યું હતુ કે, કોવીડ વેક્સીનનો આ અગાઉ મેં પહેલો ડોઝ લીધો છે, આજે મે કોવિડ વેક્સીનનો બીજો ડોઝ લીધો છે મને કોઈ જ પ્રકારની મુશ્કેલી કે આડઅસર થઈ નથી. તમામ લોકોએ અવશ્ય વેક્સીનની રસી લઇ લેવી જોઇએ મે આજે રસી લીધી છે, પરંતુ મારા મિત્રોને પણ રસી લઇ લેવા સમજાવ્યું છે. તમામ લોકોને કામ વગર ઘરની બહાર ન નિકળવા તેમજ અવશ્ય માસ્ક પહેરવાં જણાવ્યું હતું.
અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.વિપુલ ગામીતે માધ્યમો સાથેના સંવાદમાં જણાવ્યું હતું કે, જિલ્લા કલેકટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ કોવિડ વેક્સીનેશન મેગા ડ્રાઇવનું આયોજન કરાયુ છે, જેમાં જિલ્લાના ૧૨૯ જેટલા વિવિધ સેન્ટરો ખાતેથી ૭ હજાર જેટલા લાભાર્થીઓના લક્ષ્યાંક સામે ૩,૬૭૨ જેટલા લાભાર્થીઓને આવરી લેવાયા છે. ૧૫ થી ૧૭ વર્ષની વય ધરાવતા શાળાએ જતા અને ન જતા તેવા તમામ યુવાનોને સમયસર રસી લઇ લેવા અપીલ કરી છે.

ડૉ. ગામીતે વધુમાં જણાવ્યું હતું કે, નર્મદા જિલ્લામાં આજદિન સુધી ૧૫ થી ૧૭ વયના ૫,૨૭૬ લક્ષ્યાંક સામે ૨,૫૮૨ કિશોરોએ કોવિડ વેક્સીનની રસીનો બીજો ડોઝ લીધો છે. તેવી જ રીતે, ૧૮ થી વધુની વયની ૪,૨૫,૯૦૧ ના લક્ષ્યાં સામે ૪,૨૦,૭૩૪ લોકોએ રસીનો બીજો ડોઝ લેવા ઉપરાંત પ્રિકોશન ડોઝ માટે ફ્રન્ટલાઇન વર્કર્સ, હેલ્થ વર્કર્સ તથા ૬૦ વર્ષથી વધુની વય ધરાવતા અને અન્ય બિમારી ધરાવતા ૨૦,૯૩૭ વયસ્કોના લક્ષ્યાંક સામે ૧૨,૭૯૧ લોકોએ પ્રિકોશન ડોઝનો લાભ લીધો છે. આમ, આજની સ્થિતિએ જિલ્લામાં ૧૮ થી વધુની વયના લોકોને કોવિડ વેક્સીનેશનના બીજા ડોઝમાં ૯૮.૭૯ ટકા અને પ્રિકોશન ડોઝમાં ૬૧.૧ ટકા કામગીરી પૂર્ણ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here